Junagadh News/ જૂનાગઢમાં બાયોડીઝલ પર મોટો દરોડો, ₹2.13 કરોડનો મુદ્દામાલ જપ્ત

શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી (Biodiesel)ની ગુણવત્તા તેમજ તેની કાનૂની સ્થિતિ અંગે વધુ તપાસ ચાલી રહી છે

Gujarat Others
ચોરવાડ (Chorvad)અને માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીઝલના નામે વેચાતા શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી (બાયોડીઝલ) (Biodiesel)ના ગેરકાયદેસર વેપાર પર દરોડા પાડીને પોલીસે કુલ ₹2,13,48,880નો મુદ્દામાલ જપ્ત કર્યો છે

Junagadh News : ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને જૂનાગઢ (Junagadh) જિલ્લામાં મોટી સફળતા મળી છે. ચોરવાડ (Chorvad)અને માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીઝલના નામે વેચાતા શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી (બાયોડીઝલ) (Biodiesel)ના ગેરકાયદેસર વેપાર પર દરોડા પાડીને પોલીસે કુલ ₹2,13,48,880નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી કુલ 30,970 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી, અંદાજે ₹28.21 લાખની કિંમતનું, ઉપરાંત 7 ઇલેક્ટ્રિક મોટર, 15 વાહનો, 9 સંગ્રહ ટાંકા, ₹58,250ની રોકડ રકમ, 5 મોબાઇલ ફોન તેમજ અન્ય સાધનો મળી આવ્યા હતા.

ભવાની કોમ્પ્લેક્ષમાંથી મોટો જથ્થો ઝડપાયો

ચોરવાડ નજીક ગડુ ગામથી માળીયા જવાના માર્ગ પર આવેલા ભવાની કોમ્પ્લેક્ષના શિવકૃપા ટ્રેડર્સના શેડ નંબર 3 અને 4 પર પાડવામાં આવેલા દરોડામાં 18,300 લીટર ભેળસેળયુક્ત બાયોડીઝલ, 3 ઇલેક્ટ્રિક મોટર, 2 ડિસ્પેન્સર મશીન, 4 વાહનો, 5 ટાંકા, રોકડ અને અન્ય સાધનો મળી કુલ ₹51.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ તેમજ એક્સ્પ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલા અને ડીઝલ તરીકે વેચાતા શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી (Biodiesel)ની ગુણવત્તા તેમજ તેની કાનૂની સ્થિતિ અંગે વધુ તપાસ ચાલી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC)જણાવ્યું છે કે રાજ્યભરમાં આવા ગેરકાયદેસર ધંધા સામે આગામી દિવસોમાં પણ સઘન કાર્યવાહી ચાલુ રહેશે.



આ પણ વાંચો : ચોટીલાની યુપી-બિહાર-પંજાબી ઢાબા નામની હોટલમાંથી બાયોડીઝલ ઝડપાયું

આ પણ વાંચો : સુરતમાંથી 92 લાખનું 1.30 લાખ લિટરથી વધુ બાયોડીઝલ ઝડપાયું, 6 લોકોને કરાયા વોન્ટેડ જાહેર

 આ પણ વાંચો : ભાવનગરમાં વધુ 400 લિટર બાયોડીઝલ પકડાયું : પોલીસ અવારનવાર બાયોડીઝલ પકડતી રહે છે તો વેચાણકર્તાઓમાં ફફડાટ કેમ નથી?