Surat News : સુરત સહિત ગુજરાત ગેસના (Gujarat Gas) કાર્યક્ષેત્રમાં CNG વાપરતા લાખો વાહનચાલકોને વધુ એક વખત મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. ગુજરાત ગેસ લિમિટેડે CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2નો વધારો જાહેર કર્યો છે. નવા ભાવ મુજબ હવે સુરતમાં CNGનો દર રૂ. 85.01 પ્રતિ કિલો થઈ ગયો છે.આ ભાવવધારો અમલમાં આવતા ઓટોરિક્ષા ચાલકો, સ્કૂલ વાન સંચાલકો, ટેક્સી ડ્રાઇવરો અને CNG આધારિત ખાનગી વાહનચાલકો પર સીધી અસર જોવા મળશે.
CNGના નવા દરથી વાહનચાલકો પર વધશે ભાર
તાજેતરના ભાવવધારા બાદ સુરતમાં CNGનો ભાવ રૂ. 85ને પાર પહોંચી ( CNG Price Hike) ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ઇંધણના વધતા ખર્ચ વચ્ચે હવે CNG પણ સતત ( CNG Price Hike) મોંઘી બનતા વાહનચાલકોનું માસિક બજેટ ખોરવાઈ રહ્યું છે.ઘણા વાહનચાલકોએ પેટ્રોલ અને ડીઝલના વધતા ખર્ચથી બચવા CNG વાહનો પસંદ કર્યા હતા, પરંતુ હવે CNGના વધતા ભાવને કારણે તેમની બચતમાં ઘટાડો થવાની શક્યતા છે.
રિક્ષા અને સ્કૂલ વાન સંચાલકોની ચિંતા
સુરતમાં દૈનિક હજારો લોકો ઓટોરિક્ષા ( Auto Rickshaw) અને સ્કૂલ વાન જેવી સેવાઓ પર નિર્ભર છે. CNGના ભાવમાં વધારાથી આ વાહનોના સંચાલન ખર્ચમાં વધારો થશે.રિક્ષા સંચાલકોનું કહેવું છે કે ઇંધણ ખર્ચ વધતાં તેમની આવક પર અસર પડશે. જો ભાવમાં સતત વધારો ચાલુ રહેશે તો ભાડાના દરમાં વધારો કરવાની જરૂર પડી શકે છે.સ્કૂલ વાન અને વિદ્યાર્થીઓના પરિવહન સાથે સંકળાયેલા સંચાલકો પર પણ વધારાનો ખર્ચ આવશે, જેના કારણે આગામી સમયમાં પરિવહન ચાર્જમાં ફેરફાર થવાની શક્યતા નકારી શકાય નહીં.
અન્ય ચીજવસ્તુઓના ભાવ પર પણ પડી શકે અસર
પરિવહન ખર્ચમાં વધારો થવાથી માલસામાનની હેરફેર મોંઘી બની શકે છે. તેની અસર રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ, શાકભાજી, દૂધ, કરિયાણું અને અન્ય આવશ્યક વસ્તુઓના ભાવ (CNG Price Hike) પર પણ જોવા મળી શકે છે.અર્થશાસ્ત્રીઓના મતે, ઇંધણના (Fuel Price Hike) ભાવમાં થતા વધારાની સીધી અસર પરિવહન ખર્ચ પર પડે છે, જે અંતે ગ્રાહકો સુધી પહોંચે છે.હાલ CNGના વધેલા નવા દર અમલમાં આવી ગયા છે અને વાહનચાલકોમાં આ નિર્ણયને લઈને નારાજગી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: CNG Price Hike: અદાણી CNGએ ફરી વધાર્યા ભાવ, પ્રતિ કિલો રૂ.2નો વધારો; જાણો નવો દર
આ પણ વાંચો: પેટ્રોલ ડીઝલ પછી, CNG ના ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો થયો
આ પણ વાંચો: ઇરાન યુદ્ધના કારણે તેલ બજારમાં ભડકો, 48 કલાકમાં બીજી વાર મોંઘો થયો CNG, જુઓ દિલ્હીના નવા રેટ
