International News: દરિયામાં વેપારી જહાજો પર વધતા હુમલાઓ (MV Golden Leo Attack) વચ્ચે ભારતીયો માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. યુક્રેનના ઓડેસા બંદરથી (Odesa Missile Attack) રવાના થયેલા એક કાર્ગો જહાજ પર થયેલા મિસાઇલ હુમલામાં ચાર ભારતીય ક્રૂ સભ્યોના (Indian Crew Killed) મોત થયા છે, જ્યારે અન્ય એક ભારતીય (Indian Sailors ) ગંભીર રીતે ઘાયલ થયો છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે યુક્રેનમાં ભારતીય દૂતાવાસ સમગ્ર મામલે સતત નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્તોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
ઓડેસા બંદર છોડ્યા બાદ જ થયો હુમલો

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 19 જુલાઈએ યુક્રેનના ઓડેસા (MV Golden Leo Attack) બંદરથી રવાના થયેલા ‘MV Golden Leo’ કાર્ગો જહાજ પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા સમયે જહાજમાં કુલ 17 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં પાંચ ભારતીય નાગરિકો પણ સામેલ હતા. હુમલો એટલો ભયાનક હતો કે ચાર ભારતીય ક્રૂ સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે અન્ય એક ભારતીય ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ ક્રૂ સભ્યને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
MEAએ વ્યક્ત કરી ઊંડી સંવેદના

ભારતના વિદેશ મંત્રાલયે મૃતક ભારતીયોના પરિવારજનો (MV Golden Leo Attack) પ્રત્યે ઊંડી શોક સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ ઘાયલ ભારતીયના ઝડપથી સ્વસ્થ થવાની કામના પણ વ્યક્ત કરવામાં આવી છે.મંત્રાલયે જણાવ્યું છે કે યુક્રેનમાં ભારતનું દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને અસરગ્રસ્ત ભારતીયો તેમજ તેમના પરિવારજનોને જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે પ્રયાસ કરી રહ્યું છે.
વેપારી જહાજોને નિશાન બનાવવાની ભારતે કરી નિંદા
આ ઘટનાને લઈને ભારતે કડક પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે (Ministry of Foreign Affairs) જણાવ્યું છે કે વેપારી જહાજોને (MV Golden Leo Attack) નિશાન બનાવવું, નિર્દોષ ક્રૂ સભ્યોના જીવને જોખમમાં મૂકવું અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર તથા નેવિગેશનની સ્વતંત્રતાને ખોરવવી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.ભારતે સ્પષ્ટ કર્યું છે કે આવા હુમલાઓ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા માટે ગંભીર પડકાર ઊભા કરે છે અને તેની નિંદા થવી જોઈએ.
અનાજ લઈને પશ્ચિમ આફ્રિકા જઈ રહ્યું હતું જહાજ
મળતી માહિતી મુજબ હુમલાનો ભોગ બનેલું MV Golden Leo જહાજ ઓડેસા બંદરથી અનાજનો જથ્થો લઈને પશ્ચિમ આફ્રિકાના દેશો તરફ જઈ રહ્યું હતું. આ જહાજ ગિની-બિસાઉ (Guinea-Bissau)ના ધ્વજ હેઠળ સંચાલિત થઈ રહ્યું હતું. હુમલાના કારણે જહાજને પણ નુકસાન (Missile Strike on Ship) પહોંચ્યાની માહિતી સામે આવી છે, જોકે નુકસાનનું ચોક્કસ પ્રમાણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
દરિયાઈ સુરક્ષાને લઈને ફરી વધ્યા સવાલ
તાજેતરના સમયમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોની નજીક વેપારી જહાજો પર થતા હુમલાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પ્રકારની ઘટનાઓ વૈશ્વિક વેપાર, સપ્લાય ચેઇન અને દરિયાઈ સુરક્ષા માટે ગંભીર ચિંતા ઉભી કરી રહી છે. વેપારી જહાજોમાં કામ કરતા વિવિધ દેશોના નાગરિકો માટે પણ જોખમ સતત વધી રહ્યું છે.
આ પણ વાંચો: ઓમાન નજીક વેપારી જહાજ પર હુમલો: 11 ભારતીયોમાંથી 10 સુરક્ષિત
આ પણ વાંચો: મિડલ ઈસ્ટમાં આરપારની લડાઈ; ઈરાનનો અમેરિકાના 8 સૈન્ય મથકો પર મિસાઈલ હુમલો
