Gujarat News Breaking/ દક્ષિણ ગુજરાતને ફરી મેઘરાજાએ ધમરોળ્યું: ક્યાંક રસ્તા પર પાણી, ક્યાંક પાણીમાં રસ્તા; ભારે વરસાદને પગલે જનજીવન અસરગ્રસ્ત

સુરત (surat)માં ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવતાં ફરી પૂરનું સંકટ.અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. જ્યારે નવસારી, વલસાડ અને વાપીમાં પણ ભારે વરસાદ (rain)થી જનજીવન પ્રભાવિત.

Gujarat Top Stories Surat Breaking News
Renewed flood threat in Surat

Gujarat News: ગુજરાતમાં ચોમાસું ફરી જોર પકડતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. સુરતમાં સતત બે કલાકના ભારે વરસાદ બાદ ભેદવાડ ખાડી ભયજનક સપાટી પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં ફરી પૂરનું સંકટ ઘેરાયું છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાલીઓ બાળકોને શાળામાંથી ઘરે લઈ જવા મજબૂર બન્યા હતા. બીજી તરફ નવસારી, વલસાડ અને વાપીમાં પણ વરસાદે ભારે અસર સર્જી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.

Renewed flood threat in Surat – ભેદવાડ ખાડી ભયજનક સપાટીએ

સુરતમાં મોડીરાતથી શરૂ થયેલો વરસાદ (rain)સવારે પણ યથાવત રહ્યો હતો. માત્ર બે કલાકમાં અંદાજે બે ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી. કતારગામ, હોળી બંગલા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં લોકોની અવરજવર પ્રભાવિત થઈ હતી. શહેરની પાંચ મુખ્ય ખાડીઓમાંથી ભેદવાડ ખાડીએ સૌથી પહેલાં ભયજનક સપાટી વટાવી દીધી છે. ભેદવાડ ખાડીની ડેન્જર લેવલ 7.20 મીટર છે, જ્યારે પાણીનું સ્તર વધીને 7.30 મીટર સુધી પહોંચી ગયું છે. આ સ્થિતિને પગલે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની આશંકા વધી છે. સ્થાનિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી પગલાં લઈ રહ્યું છે.

પાણી ભરાતા વાલીઓમાં ચિંતા

સવારના સમયે ભારે વરસાદને કારણે અનેક શાળાઓની આસપાસ પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા વાલીઓ જાતે જ શાળાએ પહોંચી બાળકોને ઘરે લઈ આવ્યા હતા. નોકરિયાત વર્ગને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક ધીમો પડી ગયો હતો અને પાણી ભરાવાના કારણે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડ્યો હતો.

નવસારીમાં મેઘતાંડવ, કાવેરી નદી બે છલકાઈ 

Renewed flood threat in Surat
Renewed flood threat in Surat

નવસારી (Navsari)જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે કાવેરી નદી બે કાંઠે વહેવા લાગી છે. ચીખલી રિવરફ્રન્ટ પર આવેલું ઐતિહાસિક તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. નદી પર આવેલા લો-લાઈન બ્રિજ અને કોઝવે પણ પાણીમાં ડૂબી જતા વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.  નવસારી શહેરમાં પણ માત્ર બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાતા સિટી ગાર્ડન, રોયલ પાર્ક સહિત અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિકોએ પાલિકાની ડ્રેનેજ વ્યવસ્થા સામે અસંતોષ વ્યક્ત કર્યો છે.

આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે. 22 જુલાઈએ પણ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારબાદ 25 અને 26 જુલાઈ દરમિયાન મધ્ય અને ઉત્તર-પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ગાજવીજ અને વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદનું એલર્ટ: 26 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: વરસાદમાં Phone ચાર્જ કરતા પહેલા જરૂર ચેક કરો આ 5 બાબતો, નાની બેદરકારીથી થઈ શકે છે મોટું નુકસાન

આ પણ વાંચો: આ અઠવાડિયે ભારે વરસાદનું એલર્ટ, દેશના 70% વિસ્તાર વાદળોથી ઢંકાયો