Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad News/ ઓપરેશન મ્યુલ હંટ : 11 સાયબર કેસમાં સંડોવાયેલ બેંક ખાતાધારક ઝડપાયો

ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ‘ઓપરેશન મ્યુલ હંટ’ (Operation Mule Hunt)અંતર્ગત અમદાવાદ શહેર પોલીસે સાયબર ગુનાઓ સામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે

July 21, 2026Nikunj Patel
Gujarat Ahmedabad
ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા 'ઓપરેશન મ્યુલ હંટ' (Operation Mule Hunt)અંતર્ગત અમદાવાદ શહેર પોલીસે સાયબર ગુનાઓ સામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે

Ahmedabad News : ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ‘ઓપરેશન મ્યુલ હંટ’ (Operation Mule Hunt)અંતર્ગત અમદાવાદ શહેર પોલીસે સાયબર ગુનાઓ સામે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મદદનીશ પોલીસ કમિશનર “કે” ડિવિઝનની ટીમે દેશભરમાં નોંધાયેલા અનેક સાયબર ફ્રોડ (Cyber Fraud)કેસોમાં સંડોવાયેલા એક બેંક ખાતાધારકની ધરપકડ કરી છે.

પકડાયેલ આરોપી હરેન કમલેશભાઈ વાડોદરા (ઉંમર 21 વર્ષ) હાલ નારોલ વિસ્તારના સ્વામીનારાયણ પાર્ક-2 ખાતે રહે છે અને મૂળ બોટાદ જિલ્લાના તુરખા ગામનો વતની છે.

પોલીસને મળેલી બાતમી, ટેક્નિકલ સર્વેલન્સ અને સાયબર વિશ્લેષણના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપી દેશના વિવિધ રાજ્યોમાં નોંધાયેલા 11 સાયબર ઠગાઈના કેસોમાં સંડોવાયેલો છે.

પ્રાથમિક તપાસ મુજબ અંદાજે ₹3.00 કરોડથી વધુની ઓનલાઈન ઠગાઈ (Online Fraud)સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારોમાંથી ₹14.20 લાખ આરોપીના બેંક ખાતામાં પ્રથમ સ્તરે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આરોપીનું બેંક ખાતું સાયબર ઠગાઈ (Cyber Fraud)ની રકમ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાતું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 112(2), 317(4), 317(5) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર ગેંગના અન્ય સભ્યો તેમજ આર્થિક વ્યવહારોની કડીઓ શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસનું કહેવું છે કે સાયબર ગુનાઓ સામે આવી પ્રકારની વિશેષ કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે અને સાયબર ઠગાઈના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો : ઓપરેશન મ્યૂલ હન્ટ: 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

આ પણ વાંચો : મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.2.30 કરોડની સાયબર ઠગાઈ

આ પણ વાંચો : અમદાવાદમાં 29 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ, OTP વિના બેંક ખાતાં ખાલી કરતી ગેંગ ઝડપાઈ

Post navigation

પાકિસ્તાનને ભારતનો સ્પષ્ટ સંદેશ: આતંકવાદ બંધ નહીં થાય ત્યાં સુધી સિંધુ જળ સંધિ ફરી લાગુ નહીં થાય
ગુજરાતમાં વાહન ટ્રાન્સફર અને NOC માટે આધાર લિંકિંગ ફરજિયાત: જાણો RTO ના નવા નિયમો અને ઓનલાઇન પ્રોસેસ

More Posts

Not Set/ ધાનેરામાં મગફળી ખરીદ કેન્દ્ર ઉપર ધીમી ગતિએ મગફળી ખરીદતાં ખેડૂતોનો હોબાળો

December 28, 2018December 29, 2018Nirmal Acharya

Not Set/ અમદાવાદ: એરપોર્ટ પર 30 જાન્યુઆરી સુધી વિઝિટર પાસ બંધ, જાણો કેમ..?

January 22, 2020January 22, 2020padma prajay

Not Set/ ધ્રાંગધ્રાનાં જેસડા ગામનાં એડવોકેટની ગાયો માટે અનોખી સેવા

May 24, 2021May 24, 2021hardik shah

Not Set/ અમદાવાદ: ચાલુ કારની અંદર ક્રિકેટ સટ્ટા બેટીંગ રમાડતા બે આરોપીઓની ધરપકડ

January 23, 2019Nirmal Acharya

Rajkot Loksabha Seat result 2024/ આજે લોકસભાની 25 બેઠકના પરિણામ, રાજકોટની બેઠકના પરિણામ પર બધાની નજર

June 4, 2024June 4, 2024jani

RTI activist/ RTI એક્ટિવિસ્ટ બન્યા ખંડણીખોરઃ 66 લાખની ખંડણી માંગનારાની ધરપકડ

January 30, 2024jani

Ahmedabad News/ અમદાવાદના અમરાઈવાડીમાં યુવતીની આત્મહત્યાથી ચકચાર

September 18, 2024September 18, 2024Nikunj Patel

સ્વેટર ડ્રેસ કોડ/ શિક્ષણમંત્રીની શાળા સંચાલકોને ફટકાર ‘શાળાઓ સ્વેટર માટે ડ્રેસ કોડ ના રાખે, નહિતર લેવાશે કડક પગલાં’

December 7, 2023December 7, 2023Heena Dave

Surat News/ સુરતમાં બ્લેકમેલિંગથી કંટાળીને યુવતીએ કર્યો આપઘાત….

July 15, 2025July 15, 2025Maya Sindhav

Political/ ગુજરાત કિસાન કોંગ્રેસના આ 8 હોદ્દેદારોએ માંગી ટિકિટ,જાણો

September 18, 2022mustak malik
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy