Surat News: સુરત શહેરમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી ઉત્પાદનો (Duplicate Soap Factory) બનાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના અમરોલી વિસ્તારમાં પોલીસે (Amroli Police) બાતમીના આધારે દરોડો પાડી ડુપ્લિકેટ સાબુ બનાવતા ગેરકાયદે ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન પોલીસે મોટી માત્રામાં નકલી સાબુ અને તેને બનાવવા માટે વપરાતી સામગ્રી જપ્ત કરી છે.
બાતમીના આધારે પોલીસે પાડ્યો દરોડો
અમરોલી પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે એક ગોડાઉનમાં દરોડો ( Duplicate Soap Factory) પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ત્યાં જાણીતી બ્રાન્ડના નામે નકલી સાબુનું ઉત્પાદન (Fake Soap Factory) કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું. સ્થળ પરથી તૈયાર માલ ઉપરાંત પેકિંગ અને ઉત્પાદન માટે વપરાતા સાધનો પણ મળી આવ્યા હતા.
મુખ્ય આરોપી જૈમીલની ધરપકડ,રૂ.1.81 લાખનો નકલી સાબુનો જથ્થો જપ્ત
દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી જૈમીલ નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ગેરકાયદેસર રીતે નકલી સાબુનું ઉત્પાદન કરી બજારમાં ( Duplicate Soap Factory) વેચાણ માટે સપ્લાય કરતો હતો.પોલીસે ગોડાઉનમાંથી અંદાજે રૂ.1.81 લાખથી વધુ કિંમતનો નકલી સાબુનો જથ્થો કબજે કર્યો છે. ઉપરાંત, સાબુ બનાવવા માટેનો કાચો માલ, પેકિંગ સામગ્રી અને અન્ય સાધનો(Illegal Manufacturing) પણ જપ્ત કરવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી જાણીતી બ્રાન્ડના નામ અને પેકિંગનો ઉપયોગ કરીને નીચી ગુણવત્તાના સાબુ તૈયાર કરી ગ્રાહકોને ગેરમાર્ગે દોરતો હતો.
બજારમાં ક્યાં સપ્લાય થતો હતો તેની તપાસ શરૂ
અમરોલી પોલીસે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હવે તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે આ નકલી સાબુનો જથ્થો સુરત અથવા અન્ય શહેરોના કયા વિસ્તારોમાં સપ્લાય ( Duplicate Soap Factory) કરવામાં આવતો હતો અને આ ગેરકાયદે ધંધામાં(Counterfeit Goods Seized) અન્ય કેટલા લોકો સંકળાયેલા છે.પોલીસ સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ કરી રહી છે અને વધુ આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે.
આ પણ વાંચો: સુરતમાં બેંક લોકરમાંથી 45 લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી મૂકી દીધા નકલી બિસ્કિટ
આ પણ વાંચો: અમદાવાદમાં AIથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે કરાવી જાહેર માફી
આ પણ વાંચો: અમદાવાદમાં નકલી પ્લાઝમા કૌભાંડનો મોટો ખુલાસો, 1140 યુનિટ ભેળસેળવાળા; 2000થી વધુ યુનિટ વેચાયાની આશંકા
