Karnataka News: કર્ણાટકના દાંડેલી સ્થિત એક રિસોર્ટમાં જિપલાઇનિંગ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો છે. જિપલાઇન શરૂ થયાની થોડી જ ક્ષણોમાં સુરક્ષા દોરડું તૂટી જતાં એક યુવક આશરે 40 ફૂટની ઊંચાઈથી જમીન પર પટકાયો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો 45 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Zipline નું દોરડું તૂટતાં યુવક 40 ફુટ નીચે પટકાયો
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે યુવક જિપલાઇન ( Zipline)શરૂ કર્યાના થોડા જ સેકન્ડમાં અચાનક નીચે પટકાઈ જાય છે. સુરક્ષા બેલ્ટ સાથે જોડાયેલું દોરડું તૂટી જતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાડકાં પણ તૂટી ગયા છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સદનસીબે યુવકનો જીવ બચી ગયો છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ ઘટનાનો 45 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Video)થયો છે. વીડિયો જોયા બાદ અનેક લોકોએ એડવેન્ચર સ્પોર્ટ્સ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે સુરક્ષા સાધનોમાં ખામી હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે. આ ઘટનાએ એડવેન્ચર સ્પોર્ટ્સમાં સુરક્ષા ધોરણો અને સાધનોની ગુણવત્તા અંગે ફરી ચર્ચા જગાવી છે. નિષ્ણાતોનું માનવું છે કે જિપલાઇન જેવી પ્રવૃત્તિ પહેલાં તમામ સુરક્ષા સાધનોની યોગ્ય તપાસ કરવી અત્યંત જરૂરી છે, જેથી આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
આ પણ વાંચો: જામનગરમાં ફિલ્મી દ્રશ્યો: પેરાશૂટ સાથે રહસ્યમય યુવક નીચે પટકાયો, કોણ હતો એ ‘પેરાશૂટ મેન’?
આ પણ વાંચો: આમોદમાં પતંગ ચગાવતી વખતે બાળક ચોથા માળેથી નીચે પટકાયો, બાળકનો આબાદ બચાવ
આ પણ વાંચો: સુરતમાં મોપેડ ચાલકે કાબૂ ગુમાવ્યો, ડિવાઇડરને અથડાઈ ઓવરબ્રિજ પરથી પટકાયો
