Entertainment News: બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની તાજેતરની બ્લોગ પોસ્ટે તેમના ચાહકોમાં ચિંતા વધારી છે. સોમવારે મોડી રાત્રે પ્રકાશિત થયેલી પોસ્ટમાં તેમણે હોસ્પિટલમાં (Amitabh Bachchan Health) દાખલ થવા, સર્જરી કરાવવાની અને ICUમાં વિતાવેલા સમયનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, તેમણે આ સારવાર ક્યારે, કયા કારણસર અને કઈ હોસ્પિટલમાં થઈ હતી તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી. ત્યારબાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી તેમની ટૂંકી પોસ્ટ – “ખેલ સમાપ્ત થયો છે, પણ કામ ચાલુ છે” – પણ ચર્ચાનું કેન્દ્ર બની છે.
બ્લોગમાં હોસ્પિટલના અનુભવનો કર્યો ઉલ્લેખ

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં હોસ્પિટલ બાદના અનુભવ વિશે લખ્યું કે સર્જરી પછી ICUમાં ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ રહેવું અને ત્યારબાદ ઘરે પરત ફરવાનો સમય જીવનના (Amitabh Bachchan Health) સૌથી પડકારજનક તબક્કાઓમાંનો એક હોય છે. તેમણે જણાવ્યું કે આવા સમયમાં શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થવું સરળ હોતું નથી.તેમણે જીવનના ઉતાર-ચઢાવ અંગે લખતાં કહ્યું કે કેટલાક લોકો મુશ્કેલીઓ સામે મક્કમ રહે છે, જ્યારે કેટલાક લોકો હાર સ્વીકારી લે છે. અંતે તેમણે સૌને સ્વસ્થ અને ખુશ રહેવાની શુભેચ્છા પાઠવી.
X પર લખ્યું – ‘ખેલ સમાપ્ત થયો છે, પણ કામ ચાલુ છે’

બ્લોગ બાદ અમિતાભ બચ્ચને X પર લખ્યું, “T 5806 ખેલ સમાપ્ત થયો છે! પણ કામ (Amitabh Bachchan Health) ચાલુ છે.” આ સંદેશ બાદ ચાહકોમાં અનેક પ્રકારની (Amitabh Bachchan X Post) અટકળો શરૂ થઈ ગઈ. જોકે, અભિનેતા કે તેમના પરિવાર તરફથી હાલની તબિયત અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
મે મહિનામાં હોસ્પિટલમાં દાખલ થયાની ચર્ચા થઈ હતી
મે 2026 દરમિયાન અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી (Amitabh Bachchan Health) હોસ્પિટલમાં (Nanavati Hospital) દાખલ કરાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જોકે, બાદમાં પરિવારના નજીકના સૂત્રોએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર નિયમિત હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા અને તપાસ પૂર્ણ થયા બાદ ઘરે પરત ફરી ગયા હતા.તે સમયગાળા દરમિયાન તેઓ પોતાના નિવાસસ્થાન ‘જલસા’ બહાર ચાહકોને મળતા પણ જોવા મળ્યા હતા, જેના કારણે લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ હોવાના દાવાઓને સમર્થન મળ્યું નહોતું.
1982નો ‘કુલી’ અકસ્માત હજુ પણ યાદગાર

અમિતાભ બચ્ચનના જીવનનો સૌથી ગંભીર આરોગ્ય સંકટ વર્ષ 1982માં ફિલ્મ ‘કુલી’ના શૂટિંગ દરમિયાન સર્જાયો હતો. એક એક્શન સીન દરમિયાન તેમને ગંભીર આંતરિક ઈજા પહોંચી હતી, જેના કારણે આંતરડામાં નુકસાન થયું અને સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. અનેક સર્જરી અને લાંબી સારવાર બાદ તેઓ સ્વસ્થ થયા હતા. તે સમયે સમગ્ર દેશે તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ કરી હતી.
લિવર સહિત અનેક સ્વાસ્થ્ય પડકારોનો કર્યો છે સામનો

83 વર્ષીય અમિતાભ બચ્ચન અગાઉ જાહેરમાં કહી ચૂક્યા છે કે તેઓ પોતાના લિવરના માત્ર 25 ટકા ભાગ સાથે જીવન જીવી રહ્યા છે. ઉપરાંત તેઓ અસ્થમા સહિતની કેટલીક આરોગ્ય સમસ્યાઓનો પણ સામનો કરી ચૂક્યા છે. તેમ છતાં તેઓ સતત ફિલ્મો, ટેલિવિઝન અને અન્ય પ્રોજેક્ટ્સમાં સક્રિય રહ્યા છે.
હાલ તબિયત અંગે કોઈ સત્તાવાર માહિતી નથી
અમિતાભ બચ્ચનની તાજેતરની બ્લોગ પોસ્ટ અને સોશિયલ મીડિયા સંદેશને લઈને ચાહકોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે, અભિનેતાએ પોતાની હાલની આરોગ્ય સ્થિતિ, સર્જરીનો સમય અથવા હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ જાહેર કર્યું નથી. તેથી તેમની હાલની તબિયત અંગે કોઈપણ પ્રકારની અટકળોને સત્તાવાર પુષ્ટિ મળી નથી.
આ પણ વાંચો: ફુટબોલ વિશ્વકપ વચ્ચે અમિતાભ બચ્ચનની પોસ્ટ પર કેમ મચ્યો હોબાળો? યૂઝર્સે લગાવ્યો નસ્લવાદનો આરોપ
આ પણ વાંચો: અમિતાભ બચ્ચને શેર કર્યો ઈરાનના 134 વર્ષ જૂના વિષ્ણુ મંદિરનો વીડિયો
આ પણ વાંચો: અમિતાભ બચ્ચનના ઘરના દરવાજા 8 વાગ્યા પછી બોલીવુડ ના લોકો માટે બંધ…એક્ટર રાજા બુંદેલા
