National News/ PM આવાસ પાસે કોંગ્રેસનું ધરણું ઉગ્ર બન્યું, રાહુલ ગાંધીની અટકાયત, પ્રિયંકા-અખિલેશ પણ પોલીસ કસ્ટડીમાં

Congress Parliament Protest: NEET મુદ્દે PM આવાસ નજીક કોંગ્રેસના ધરણા દરમિયાન રાહુલ ગાંધી અને અન્ય નેતાઓની અટકાયત

NATIONAL Top Stories
Congress Parliament Protest: રાહુલ ગાંધીની અટકાયત

New Delhi News: દિલ્હીમાં NEET પરીક્ષા અને પેપર લીક મુદ્દે કોંગ્રેસનું વિરોધ (Congress Parliament Protest) પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું છે. વડાપ્રધાનના આવાસ નજીક ધરણા પર બેઠેલા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસી નેતાઓને હટાવવા માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મોટી સંખ્યામાં પોલીસ અને પેરામિલિટરી દળોને તહેનાત કરવામાં આવ્યા હતા.

Congress Parliament Protest:  રાહુલ ગાંધીની અટકાયત
Congress Parliament Protest: રાહુલ ગાંધીની અટકાયત

દિલ્હીના લોક કલ્યાણ માર્ગ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસની સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાને દિલ્હી પોલીસે અટકાયત કરી છે. તેઓ વિપક્ષી નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરો સાથે કેન્દ્ર સરકાર વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનમાં જોડાયા હતા.વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ અને પેરામિલિટરી દળોને તૈનાત કરવામાં આવ્યા હતા. સુરક્ષા કારણોસર પોલીસે પ્રદર્શનકારીઓને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પ્રિયંકા ગાંધીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા.

અટકાયતની તૈયારી વચ્ચે કોંગ્રેસ કાર્યકરોનું કુંડાળું

રાહુલ ગાંધીની સંભવિત અટકાયત અટકાવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ (Congress Parliament Protest)  તેમની આસપાસ કુંડાળું બનાવી દીધું હતું. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ધક્કામુક્કીના દૃશ્યો પણ સામે આવ્યા હતા. સ્થળ પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

Congress Parliament Protest:  રાહુલ ગાંધીની અટકાયત
Congress Parliament Protest: રાહુલ ગાંધીની અટકાયત

અખિલેશ યાદવ પણ ધરણા સ્થળે પહોંચ્યા

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ કોંગ્રેસના ધરણાને સમર્થન આપવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન વિવિધ વિપક્ષી પક્ષોના નેતાઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા.

જિતેન્દ્ર સિંહે કહ્યું – સરકારે ચર્ચાની માંગ સ્વીકારી

ધરણા દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરવા પહોંચ્યા હતા. તેમણે બાદમાં સોશિયલ મીડિયા પર લખ્યું કે રાહુલ ગાંધીની સંસદમાં NEET મુદ્દે ચર્ચા કરવાની માંગ સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કોંગ્રેસે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની નવી માંગ પણ ઉમેરતાં પોતાનું વલણ બદલ્યું હોવાનું તેમણે જણાવ્યું.

કોંગ્રેસની બે મુખ્ય માંગ

કોંગ્રેસે સરકાર સમક્ષ બે મુખ્ય માંગણીઓ મૂકી છે. પ્રથમ, NEET પેપર લીક મુદ્દે સંસદમાં (Congress Parliament Protest)  વિસ્તૃત ચર્ચા કરવી અને બીજી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલી ગેરરીતિ માટે જવાબદારી નક્કી થવી જોઈએ.

CJPએ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા

આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટી (CJP)એ પોતાના પ્રવક્તા વિજેતા (Congress Parliament Protest) દહિયાને પદ પરથી હટાવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં તેઓ પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન બર્ગર ખાતા જોવા મળ્યા હતા. પાર્ટીએ જણાવ્યું કે તેમનું વર્તન આંદોલનની ભાવનાને અનુરૂપ નહોતું.વિજેતા દહિયાએ આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેઓ પણ છેલ્લા બે દિવસથી સતત આંદોલન સાથે જોડાયેલા હતા અને પૂરતો આરામ કરી શક્યા નહોતા.


આ પણ વાંચો: PM આવાસ નજીક રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીનું ધરણું, PM મોદી અને અમિત શાહના રાજીનામાની માંગ

આ પણ વાંચો: ‘વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કેમ?’ રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ લોકસભા સ્પીકરને મળ્યા, ચર્ચાની માંગ