sports news/ “મેં રોહિત શર્મા પર ભરોસો ન કર્યો, સોરી હિટમેન!”-સંજુ સેમસનનો સનસનાટીભર્યો ખુલાસો

T20 વર્લ્ડ કપ 2026 નો ખિતાબ જીત્યા બાદ સંજુ સેમસ (Sanju Samson)ને પૂર્વ કેપ્ટન રોહિત શર્માને લઈને મોટો ખુલાસો કર્યો છે. સંજુએ જણાવ્યું કે શા માટે તેમને રોહિતની ભવિષ્યવાણી પર વિશ્વાસ નહોતો થયો અને કેવી રીતે તેમણે ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી.

Trending Sports
Sanju Samson makes a major admission after winning the World Cup.

ભારતીય ક્રિકેટ ટીમે સતત બીજી વાર T20 વર્લ્ડ કપ 2026 નો ખિતાબ જીતીને ઇતિહાસ રચી દીધો છે. વર્ષ 2024માં રોહિત શર્માના નેતૃત્વ બાદ, 2026માં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું. આ ઐતિહાસિક જીતના સૌથી મોટા હીરો સંજુ સેમસન (Sanju Samson ) રહ્યા, પણ તાજેતરમાં તેમણે એક સ્ફોટક ખુલાસો કરતા જણાવ્યું છે કે તેમને પૂર્વ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma )ની એક મોટી ભવિષ્યવાણી પર સહેજ પણ વિશ્વાસ નહોતો!

શરૂઆતી મેચોમાં ડ્રોપ થતાં માનસિક રીતે ભાંગી પડ્યા હતા સંજુ

T20 વર્લ્ડ કપ પહેલાં ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચોની T20 સીરીઝમાં સંજુ સેમસન સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા હતા. જેના પરિણામે વર્લ્ડ કપની શરૂઆતી મેચોની પ્લેઇંગ-11 માંથી તેમને બહાર બેસવું પડ્યું હતું. સંજુએ ખુલાસો કર્યો કે, “કોઈપણ મોટા આઘાતમાંથી બહાર આવવામાં મને ઓછામાં ઓછું એક અઠવાડિયું લાગે છે. વર્લ્ડ કપના પ્રથમ 4-5 દિવસ હું માનસિક રીતે ભારે સંઘર્ષ કરી રહ્યો હતો અને મારો ચહેરો જોઈને જ મારી નિરાશા સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.”

 “સોરી રોહિત ભાઈ!” – કેપ્ટનના આશ્વાસન પર કેમ ન થયો વિશ્વાસ?

જ્યારે સંજુ બહાર બેઠા હતા, ત્યારે પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તેમને આશ્વાસન આપતા કહ્યું હતું કે ‘ધીરજ રાખ, તારો સમય જરૂર આવશે અને તું જ મેચ જીતાડીશ’.

આ અંગે વાત કરતા સંજુએ કહ્યું:

 “ઈમાનદારીથી કહું તો, તે સમયે મને રોહિત ભાઈની વાત પર જરાય ભરોસો નહોતો. સોરી હિટમેન… તે કદાચ પોતાના વિશાળ અનુભવ કે દિલથી બોલી રહ્યા હતા, પરંતુ તે સમયે હું તે ભવિષ્ય જોઈ નહોતો શકતો જે આજે મારી સામે છે. જોકે, એ બ્રેકે મને મારી ભૂલો સુધારવાની તક આપી.”

વેસ્ટ ઈન્ડિઝ સામે 97* રનની ‘લાઇફ ચેન્જિંગ’ ઇનિંગ્સ

જ્યારે સંજુ સેમસનને પ્લેઇંગ-11 માં તક મળી, ત્યારે તેમણે તક ઝડપી લીધી. વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ મેચમાં એકતરફ વિકેટો પડી રહી હતી, ત્યારે સંજુએ પરિસ્થિતિ સમજીને પોતાની રમત બદલી. તેમણે માત્ર 50 બોલમાં અણનમ 97 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી ભારતને જીત અપાવી. સંજુએ કહ્યું કે, “હું ખૂબ જ ધાર્મિક માણસ છું. આ યાદગાર પળ મારા છેલ્લા શ્વાસ સુધી મારી સાથે રહેશે.”


આ પણ વાંચો :IPL: દિલ્હી કેપિટલ્સના ક્રિકેટર અભિષેક પોરેલ સામે રેપનો આરોપ, કોર્ટે આપ્યો મોટો આદેશ

આ પણ વાંચો :હોકી વર્લ્ડ કપ 2026:  ભારતીય ટીમની જાહેરાત, હરમાનપ્રીત સિંહને કમાન; 4 અનુભવી ખેલાડીઓ ડ્રોપ

આ પણ વાંચો :‘વિરાટ અને રોહિતને કોઈ હાથ પણ ન લગાવી શકે’: અશ્વિને દિગ્ગજોના બહાને વ્યક્ત કર્યું બોલરોનું દર્દ