Ahmedabad News/ બહેરામપુરામાં અંગત અદાવતમાં યુવકની હત્યા,આરોપી ઝડપાયો

હાલ પ્રાથમિક રીતે અંગત અદાવત હત્યા (Murder)નું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે પોલીસે વધુ તપાસ બાદ જ ચોક્કસ કારણ સ્પષ્ટ થશે તેમ જણાવ્યું છે

Gujarat Ahmedabad
અમદાવાદ (Ahmedabad)ના પૂર્વ વિસ્તારમાં આવેલા બહેરામપુરા (Behrampura)ના સંતોષનગર વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા (Murder)થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)ના પૂર્વ વિસ્તારમાં આવેલા બહેરામપુરા (Behrampura)ના સંતોષનગર વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા (Murder)થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ હુસેન સૈયદ (Hussain Saiyed)તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ મુજબ જૂની અંગત અદાવતને કારણે થયેલી બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ દાણીલીમડા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનામાં સંડોવાયેલા સોહેલ પઠાણને ઝડપી લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝોન-6ના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે આરોપી પોતાના સંબંધીના ઘરે જમવા આવ્યો હતો. ત્યારબાદ તે બહાર નીકળ્યો ત્યારે મૃતક સાથે જૂની અદાવતને લઈને બોલાચાલી થઈ હતી. વિવાદ ઉગ્ર બનતા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં હુસેન સૈયદનું મોત નીપજ્યું.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. હાલ પ્રાથમિક રીતે અંગત અદાવત હત્યાનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે પોલીસે વધુ તપાસ બાદ જ ચોક્કસ કારણ સ્પષ્ટ થશે તેમ જણાવ્યું છે


આ પણ વાંચો : કચ્છ હત્યા કેસમાં મોટો વળાંક: હાઈકોર્ટે અગાઉ આપેલા જામીન રદ કર્યા, આરોપીની અરજી ફગાવી

આ પણ વાંચો : મિલકતના વિવાદમાં બે સગા ભાઈની હત્યા, ભત્રીજા સામે ડબલ મર્ડરનો ગુનો

આ પણ વાંચો : આણદમાં માસૂમ બાળકીના હત્યારા પર પોલીસનો એક્શન, આરોપીનું એન્કાઉન્ટર