સમગ્ર રાજયમાં એક તરફ કોરોના કેસ સતત વધતાં જોવા મળી રહયા છે. ત્યારે વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ ની સમય મર્યાદા વધારાઈ છે . ત્યારે હવે વધતાં જતાં કેસો વછે પણ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આજથી બીએ, બીકોમ એકસર્ટનલ અને બીએડ સેમેસ્ટર 3ની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે. જેમાં વિદ્યાર્થીઓને વેક્સિનેટેડ હોવું જરૂરી છે. તેમજ જેમાં નોન વેક્સિનેટેડ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા દેવા યુનિવર્સિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:ટાટાની ઘર વાપસી / 69 વર્ષ પછી ટાટાની થઈ એર ઈન્ડિયા, હેન્ડઓવર પહેલા પીએમ મોદીને મળ્યા ટાટા સન્સના ચેરમેન
રાજકોટ, મોરબી, અમરેલી, જામનગર અને સુરેન્દ્રનગર મળી 5 જિલ્લામાં આજથી 2 ફેબ્રુઆરી સુધી બીએ. બીકોમ અને બીએડ સેમેસ્ટર 3ની પરીક્ષા લેવામાં આવી રહી છે. આજથી શરૂ થતી પરીક્ષામાં 9,000થી વધુ વિદ્યાર્થીઓ સમાવેશ થાય છે અને આ પરીક્ષા 40થી વધુ કેન્દ્ર પર લેવામાં આવી રહી છે. કોરોના ગાઈડલાઈન મુજબ આ પરીક્ષાઓ લેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો;Stock Market / શેર બજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 580 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17200 ની નીચે બંધ
મહત્વનુ છે કે આ વખતે વધતાં કેસો વચ્ચે નોન વેક્સિનેટેડ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ ન આપવા દેવા યુનિવર્સિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ન પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પ્રવેશતા સમયે વિદ્યાર્થીઓનું વેક્સિન સર્ટિફિકેટ ચકાસવામાં આવ્યું હતું અને મોટાભાગના વિદ્યાર્થીઓ વેક્સિનેટેડ હોવાનું સામે આવ્યું હતું. તેમજ પરીક્ષા કેન્દ્ર પર કોવિડ ગાઇડલાઇનનું પાલન કરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત કરવામાં આવ્યું હતું.
