ટીવી જગતના સૌથી ચર્ચિત અને વિવાદિત રિયાલિટી શો ‘બિગ બોસ’ની 20મી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહેલા દર્શકો માટે ખુશખબર આવી ગયા છે. મેકર્સે સોશિયલ મીડિયા પર શોનો ફર્સ્ટ લૂક જાહેર કરીને ફેન્સના ઉત્સાહને બમણો કરી દીધો છે. 20મી સિઝન સાથે આ શો પોતાના બે દાયકા પૂરા કરવા જઈ રહ્યો છે, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.
જિયોહોટસ્ટાર અને કલર્સ પર ટૂંક સમયમાં શરૂ થશે મનોરંજનનો મહાકુંભ
મેકર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોનો એક પાવરફુલ જાહેરાત વીડિયો શેર કર્યો છે, જે જોતજોતામાં વાયરલ થઈ ગયો છે. વીડિયો શેર કરતા કેપ્શન આપવામાં આવ્યું છે કે, “બે દાયકાની અદ્ભુત સફર પછી પણ, મનોરંજનની દુનિયામાં સૌથી વધુ ધ્યાન ખેંચનારો આ શો ટૂંક સમયમાં આવી રહ્યો છે કલર્સ (Colors TV )અને જિયોહોટસ્ટાર (Jio Hotstar ) પર! “આ સિઝન પણ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)જ હોસ્ટ કરવાના છે. વીકેન્ડના વારમાં સલમાન ખાનનો અંદાજ અને કન્ટેસ્ટન્ટ્સની ક્લાસ લેવાની સ્ટાઈલ ફરી એકવાર ફેન્સનું દિલ જીતવા તૈયાર છે.
કયા ગ્લેમરસ ચહેરાઓ મચાવશે ધમાલ?
જોકે, નિર્માતાઓ દ્વારા સ્પર્ધકોની કોઈ સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે એન્ટરટેઈનમેન્ટ અને ગ્લેમરનો ડબલ ડોઝ જોવા મળશે. નાના પડદાના અનેક જાણીતા કલાકારો શોનો હિસ્સો બને તેવી ચર્ચા છે
ક્યારે શરૂ થશે ‘બિગ બોસ 20’?
જોકે, મેકર્સે હજુ સુધી શોની પ્રસારણ તારીખ (Premiere Date) પરથી પડદો ઊંચક્યો નથી. પરંતુ મનોરંજન જગતના અહેવાલો મુજબ, આ શો સપ્ટેમ્બર 2026 ના અંત સુધીમાં નાના પડદા પર ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. ટૂંક સમયમાં જ શોની રિલીઝ ડેટ પણ કન્ફર્મ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો : ‘જીના ઇસી કા નામ હૈ 2.0’ સાથે આર. માધવનનું કમબેક; ZEE5 પર પરત ફરશે આઇકોનિક ટોક શો
આ પણ વાંચો : હોસ્પિટલ, સર્જરી અને ICU… બિગ બીની પોસ્ટથી ચાહકો ચિંતિત, કહ્યું- ‘ખેલ સમાપ્ત થયો છે, પણ કામ ચાલુ છે’
આ પણ વાંચો : ‘રામાયણ 1’ ના ટ્રેલર પહેલાં જ પ્રિવ્યુ ફૂટેજ લીક: વાયરલ થયેલી ક્લિપ પર મેકર્સના કડક કાનૂની પગલાં
