Rajkot News/ રાજકોટમાં લાખાજીરાજ શાક માર્કેટનું રીનોવેશન ફરી અટક્યું, સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.5 કરોડની દરખાસ્ત ફગાવી

Rajkot Standing Committee: રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ લાખાજીરાજ શાક માર્કેટના રૂ.5 કરોડના રીનોવેશન પ્રસ્તાવને નામંજૂર કર્યો. સાથે જ શહેરમાં રૂ.108 કરોડના વિકાસકાર્યો મંજૂર..

Gujrat Trending

Rajkot News : રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની (Rajkot Standing Committee) બેઠકમાં શહેરના વિકાસ અને ચોમાસા દરમિયાન નાગરિકોને પડતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. બેઠકમાં કુલ રૂ.108 કરોડના 17 વિકાસકાર્યોને મંજૂરી (Development Projects) આપવામાં આવી, પરંતુ ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટના (Lakhajiraj Market Renovation) રીનોવેશન માટે રજૂ કરાયેલી રૂ.5 કરોડની દરખાસ્તને વધુ ખર્ચાળ ગણાવી હાલ પૂરતી નામંજૂર કરવામાં આવી છે.

લાખાજીરાજ શાક માર્કેટનું રીનોવેશન ફરી અટક્યું

સ્ટેન્ડિંગ કમિટીમાં (Rajkot Standing Committee) વોર્ડ નં. 7માં આવેલી ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટના નવીનીકરણ માટે અંદાજે રૂ.5 કરોડના ખર્ચનો પ્રસ્તાવ રજૂ થયો હતો. ચર્ચા દરમિયાન સભ્યોએ આ ખર્ચ વધારે હોવાનું માની દરખાસ્તને મંજૂરી આપી નહોતી. નાણાકીય શિસ્ત જળવાઈ રહે તે માટે સુધારેલા અંદાજ સાથે નવી દરખાસ્ત રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે.

અધિકારીઓને નવું એસ્ટીમેટ તૈયાર કરવાનો આદેશ

Rajkot Standing Committee: ચેરમેન પરેશ પીપળિયા
Rajkot Standing Committee: ચેરમેન પરેશ પીપળિયા

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ જણાવ્યું કે માર્કેટનું રીનોવેશન જરૂરી છે અને તેને લાંબા સમય સુધી અટકાવી શકાય નહીં. તેથી અધિકારીઓને જરૂરી કામગીરીનું પુનઃમૂલ્યાંકન કરીને વાજબી ખર્ચ સાથે નવું એસ્ટીમેટ તૈયાર કરી ટૂંક સમયમાં ફરીથી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.

વરસાદમાં રસ્તાના ખાડા પૂરવા ‘જેટ પેચર’ ટેકનોલોજીનો ઉપયોગ

ચોમાસા દરમિયાન શહેરના રસ્તાઓ પર પડતા ખાડાઓને ઝડપથી પૂરવા માટે (Rajkot Standing Committee) સ્ટેન્ડિંગ કમિટીએ ‘જેટ પેચર’ મશીન ટેકનોલોજીનો (Jet Patcher Technology) ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. આગામી બે વર્ષ સુધી આ કામગીરી માટે અંદાજે રૂ.4.50 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. એજન્સીને કામગીરીની ગુણવત્તા જાળવવા અને મરામત બાદ ફરી ખાડા ન પડે તેની જવાબદારી પણ સોંપવામાં આવશે.

વોર્ડ નં. 8માં નવી ડી.આઈ. પાઇપલાઇન નાખવાની મંજૂરી

વોર્ડ નં. 8માં ડી.આઈ. પાઇપલાઇન નાખવાના પ્રોજેક્ટને પણ લીલી ઝંડી મળી છે. જોકે ચોમાસા દરમિયાન ખોદકામથી નાગરિકોને હાલાકી ન પડે તે માટે આ કામગીરી વરસાદી મોસમ પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે.સ્ટેન્ડિંગ કમિટીએ શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કાર્યોને પણ મંજૂરી આપી છે. તેમાં વોર્ડ નં. 10માં નવી આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ, વોર્ડ નં. 17માં કોમ્યુનિટી હોલમાં લાઇબ્રેરી શરૂ કરવી, વોર્ડ નં. 9માં રિટેઇનિંગ વોલ બનાવવી, રેસકોર્સ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જર્જરિત ટોઇલેટ બ્લોક દૂર કરવો તેમજ અન્ય માળખાકીય સુવિધાઓના વિકાસ સંબંધિત પ્રસ્તાવોનો સમાવેશ થાય છે.

કુલ રૂ.108 કરોડના 17 વિકાસકાર્યોને મંજૂરી

આજની બેઠકમાં શહેરના માર્ગો, પાણી પુરવઠો, જાહેર સુવિધાઓ અને માળખાકીય વિકાસને લગતી કુલ 17 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. મહાનગરપાલિકાનું માનવું છે કે આ પ્રોજેક્ટો પૂર્ણ થયા બાદ નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળશે અને શહેરના વિકાસને ગતિ મળશે.


આ પણ વાંચો: રાજકોટ મનપાના પાણી ખર્ચ પર સવાલો: RTIમાં માહિતી ગોપનીય ગણાવી નકારી

આ પણ વાંચો: રાજકોટમાં ભેળસેળખોરો સામે મનપાની તવાઈ: 11 ફૂડ પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

આ પણ વાંચો: રાજકોટ મનપાની જનરલ બોર્ડ બેઠકમાં ગરમાયો માહોલ, કોંગ્રેસ-વિજિલન્સ વચ્ચે ઝપાઝપી