South Gujarat Heavy Rain: દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદની (South Gujarat Rain) અસર હવે રેલવે સેવાઓ પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. ઉદવાડા અને પારડી વચ્ચેના ( Udvada and Pardi )રેલવે ટ્રેક નજીક માટી ધસી પડતાં પશ્ચિમ રેલવેને સલામતીના ભાગરૂપે કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. મુસાફરોને ઘરેથી નીકળતા પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિ ચકાસીને જ મુસાફરી કરવા અપીલ કરવામાં આવી છે.
ઉદવાડા-પારડી વચ્ચે લેન્ડસ્લાઇડથી ટ્રેન વ્યવહાર પ્રભાવિત

ભારે વરસાદને કારણે ઉદવાડા અને પારડી સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક નજીક માટી ધસી પડવાની ઘટના બની છે. આ ઘટનાને પગલે ટ્રેન સંચાલન પર અસર પહોંચી છે. પશ્ચિમ રેલવેની ટીમો અસરગ્રસ્ત વિસ્તારમાં સતત દેખરેખ રાખી રહી છે અને ટ્રેકની સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં (South Gujarat Rain) રાખીને પશ્ચિમ રેલવેએ કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોના રૂટમાં તાત્કાલિક ફેરફાર કર્યો છે.અમદાવાદ–બાંદ્રા કર્ણાવતી એક્સપ્રેસને વલસાડ સુધી જ દોડાવવામાં આવશે.અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસને નવસારી સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.ભુજ–દાદર સયાજીનગરી એક્સપ્રેસને સુરત સુધી જ ચલાવવામાં આવશે.પરત ફરતી ટ્રેનોના પ્રસ્થાન સ્થળમાં પણ ફેરફાર
ભારે વરસાદને કારણે પરત ફરતી ટ્રેનોના પ્રસ્થાન સ્થળમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ વલસાડથી પ્રસ્થાન કરશે.ડબલ ડેકર એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલના બદલે નવસારીથી ઉપડશે.સયાજીનગરી એક્સપ્રેસ દાદરના બદલે સુરતથી પ્રસ્થાન કરશે.
મુસાફરોને ટ્રેનનું સ્ટેટસ ચકાસવાની અપીલ.
પશ્ચિમ રેલવેએ મુસાફરોને ઘરેથી નીકળતા પહેલાં પોતાની ટ્રેનનો સમય, રૂટ, સ્ટોપેજ અને વર્તમાન (South Gujarat Rain) સ્થિતિની માહિતી સત્તાવાર માધ્યમો પરથી મેળવી લેવા અપીલ કરી છે. ભારે વરસાદને કારણે પરિસ્થિતિમાં કોઈપણ સમયે વધુ ફેરફાર થઈ શકે છે.
ટ્રેક પર સતત નિરીક્ષણ અને મરામત કામગીરી
રેલવેની તકનીકી ટીમો અસરગ્રસ્ત ટ્રેક પર સતત નિરીક્ષણ કરી રહી છે. જ્યાં જરૂર જણાય ત્યાં તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી હવામાન અનુકૂળ બનતાં ટ્રેન વ્યવહાર ઝડપથી પૂર્વવત કરી શકાય.આજે પણ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ ચાલુ રહ્યો છે. ભારે વરસાદને કારણે માર્ગ અને રેલવે બંને પરિવહન વ્યવસ્થાઓ પર અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે પણ આગામી કલાકોમાં કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: વલસાડ-નવસારીમાં 10થી 16 ઇંચ વરસાદ, 400થી વધુ રસ્તા બંધ
આ પણ વાંચો: વલસાડમાં 18.5 ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું, 284 રસ્તા બંધ, 200થી વધુ લોકોનું સ્થળાંતર
આ પણ વાંચો: વલસાડમાં ભારે વરસાદ વચ્ચે STP પ્લાન્ટમાં ફસાયા 3 મજૂરો, NDRFએ બચાવ્યા જીવ
