Aaj nu Rashifal/ સૂર્યનું સ્વરાશિ સિંહમાં મહાગોચર,ઓગસ્ટ મહિનાથી ચમકી ઉઠશે આ 6 રાશિઓનું ભાગ્ય!

17 ઓગસ્ટ 2026ના રોજ સૂર્ય (Sun)દેવ પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરશે. સૂર્યના આ ગોચરથી મેષ, મિથુન, સિંહ, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોને કરિયર, ધનલાભ અને માન-સન્માનમાં જબરદસ્ત ફાયદો થશે.

Aaj Nu Rashifal Religious Rashifal Dharma & Bhakti
The Sun's Major Transit

વૈદિક જ્યોતિષમાં આત્મા, માન-સન્માન અને નેતૃત્વના કારક ગ્રહ ગણાતા સૂર્ય (Sun)દેવ ટૂંક સમયમાં જ પોતાનું સૌથી મોટું ગોચર કરવા જઈ રહ્યા છે. પંચાંગની ગણતરી મુજબ, 17 ઓગસ્ટ 2026ના રોજ વહેલી સવારે 04:33 વાગ્યે સૂર્ય દેવ પોતાની જ માલિકીની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરશે.

આ મહાગોચર આમ તો તમામ 12 રાશિઓ પર અસરો પાડશે, પરંતુ જ્યોતિષીય વિશ્લેષણ અનુસાર 6 ચોક્કસ રાશિઓ માટે આ સૂર્ય ભ્રમણ વરદાન સમાન સાબિત થવાનું છે. આ જાતકોને આર્થિક, વ્યાવસાયિક અને વૈયક્તિક ક્ષેત્રે અપ્રતિમ સફળતા મળવાના સ્પષ્ટ સંકેતો છે.

 આ 6 નસીબદાર રાશિ (Zodiac sign)ઓ પર વરસશે સૂર્યદેવ (Sun)ની વિશેષ કૃપા:

મેષ રાશિ:

તમારા આત્મવિશ્વાસ અને નેતૃત્વ ગુણોમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે અને અચાનક નાણાકીય લાભ મળવાના યોગ છે. પિતૃક સંપત્તિ અથવા પિતાશ્રીના સહયોગથી મોટો ફાયદો થઈ શકે છે.

મિથુન રાશિ (Aries):

કરિયરની દ્રષ્ટિએ આ સમયગાળો ઉત્કૃષ્ટ રહેશે. મનપસંદ પદ કે મોટી સફળતા હાથ લાગી શકે છે. કિસ્મતનો સાથ મળતાં જમીન, મકાન કે નવું વાહન ખરીદવાની ઈચ્છા પૂર્ણ થશે.

સિંહ રાશિ (Leo Zodiac Sign):

સૂર્યદેવ પોતાની જ રાશિમાં બિરાજમાન થવાના હોવાથી આ ગોચર તમારા માટે સૌથી વધુ ફળદાયી રહેશે. સામાજિક પ્રતિષ્ઠા અને વર્ચસ્વ વધશે. નોકરી-ધંધામાં આવકના નવા સ્ત્રોત ઊભા થશે.

તુલા રાશિ (Libra):

નાણાકીય તંગીમાંથી મુક્તિ મળશે અને આર્થિક યોજનાઓ સફળતાપૂર્વક આગળ વધશે. વ્યવસાય અર્થે કરેલી યાત્રાઓ અત્યંત લાભદાયી નીવડશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.

વૃશ્ચિક રાશિ (Scorpio):

લાંબા સમયથી સેવેલા સપના સાકાર થવાનો સમય આવી ગયો છે. ઘરમાં શુભ કે માંગલિક પ્રસંગોનું આયોજન થશે. નવી નોકરી કે બિઝનેસમાં વિસ્તરણ માટે આ સમય શ્રેષ્ઠ છે.

ધન રાશિ:

જીવનમાં સકારાત્મક ઊર્જા અને માનસિક શાંતિનો સંચાર થશે. કૌટુંબિક સહયોગથી દરેક કામ સરળ બનશે. ભાગ્યનો સાથ મળવાથી તમારી ભૌતિક જરૂરિયાતો સહેલાઈથી પૂરી થશે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :