Gujarat Monsoon News/ સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ: દસાડામાં 42 મીમી, લખતરમાં 19 મીમી વરસાદ, જિલ્લામાં સરેરાશ 166.5 મીમી વરસાદ નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડામાં 42 મીમી અને લખતરમાં 19 મીમી વરસાદ (Surendranagar Rainfall) નોંધાયો. લીંબડી મોસમના કુલ વરસાદમાં 258 મીમી સાથે આગળ, જિલ્લામાં સરેરાશ વરસાદ 166.5 મીમી પહોંચ્યો.

Top Stories Gujarat Others Breaking News
Surendranagar Rainfall, દસાડામાં સૌથી વધુ 42 મીમી વરસાદ

Gujarat Monsoon News: સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી (Surendranagar Rainfall) માહોલ યથાવત રહ્યો છે. જિલ્લાના દસાડા તાલુકામાં સૌથી વધુ 42 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે લખતર તાલુકામાં 19 મીમી વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

Surendranagar Rainfall:જિલ્લામાં ધીમીધારે વરસાદથી ઠંડક પ્રસરી

વહેલી સવારથી જિલ્લાના અનેક તાલુકાઓમાં ધીમીધારે વરસાદ (Surendranagar Rainfall) ચાલુ રહ્યો હતો. વરસાદના સત્તાવાર આંકડા મુજબ વઢવાણમાં 10 મીમી, ચુડામાં 7 મીમી, લીંબડીમાં 6 મીમી અને ધ્રાંગધ્રામાં 2 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેતી માટે ભેજનું પ્રમાણ વધ્યું છે.

ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીના કુલ વરસાદ (Surendranagar Rainfall) ના આંકડા મુજબ લીંબડી તાલુકામાં સૌથી વધુ 258 મીમી વરસાદ નોંધાયો છે. ત્યારબાદ દસાડામાં 214 મીમી, સાયલામાં 213 મીમી અને ચુડામાં 207 મીમી વરસાદ નોંધાયો છે.

બીજી તરફ, જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ધ્રાંગધ્રા તાલુકામાં માત્ર 81 મીમી અને થાનગઢ તાલુકામાં 85 મીમી નોંધાયો છે. ઉપરાંત લખતરમાં 196 મીમી, ચોટીલામાં 159 મીમી, વઢવાણમાં 148 મીમી અને મુળીમાં 104 મીમી વરસાદ નોંધાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર ચોમાસાના સરેરાશ વરસાદ (Surendranagar Rainfall) ની વાત કરીએ તો અત્યાર સુધી જિલ્લામાં 166.5 મીમી સરેરાશ વરસાદ નોંધાયો છે. હવામાનમાં આવેલા આ બદલાવથી તાપમાનમાં ઘટાડો થયો છે અને વરસાદી માહોલ વધુ સક્રિય બન્યો છે.


આ પણ વાંચો:નવસારીમાં જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો, પૂર્ણા નદી કાંઠાના ગામોને એલર્ટ

આ પણ વાંચો:ડાંગમાં ભારે વરસાદનો કહેર, જિલ્લાના 47 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ

આ પણ વાંચો:ઉમરગામમાં માત્ર 2 કલાકમાં 7.5 ઇંચ વરસાદ, સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ