Jamnagar News: જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka)જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુરના બે બાળ દર્દીઓના સારવાર દરમિયાન મોત થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ સાથે જ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોમાં કુલ ત્રણ બાળકોના મોત નોંધાયા છે. હાલ વધુ ત્રણ બાળકો સારવાર હેઠળ છે, જ્યારે કેટલાક સેમ્પલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
Chandipura Virusના શંકાસ્પદ વધુ બે બાળકોના મોત
જામનગર (Jamnagar)ની જી.જી. હોસ્પિટલ (GG Hospital)માં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને દાખલ કરાયેલા બે બાળ દર્દીઓના સારવાર દરમિયાન મોત (Child Death)થયા છે. મૃતક બાળકો દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલાં જામનગર જિલ્લાના એક બાળકનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. નવા બે મોત બાદ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોમાં કુલ મૃત્યુઆંક ત્રણ પર પહોંચી ગયો છે.
અત્યાર સુધી છ શંકાસ્પદ કેસ નોંધાયા
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કુલ છ બાળ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ હોસ્પિટલમાં વધુ ત્રણ બાળકો સારવાર હેઠળ છે. તેમાં જામનગર શહેરનો એક બાળક અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે બાળકોનો સમાવેશ થાય છે. તમામ બાળકો પર નિષ્ણાત ડોક્ટરોની ટીમ સતત નજર રાખી રહી છે.
ચાંદીપુરા વાઈરસ લઈને તંત્ર એલર્ટ
આરોગ્ય વિભાગે નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. ખાસ કરીને નાના બાળકોને માખી અને મચ્છરના સંપર્કથી બચાવવા તેમજ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી છે. જો બાળકોમાં તાવ, બેભાન થવું, ખેંચ આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળે તો વિલંબ કર્યા વિના નજીકની આરોગ્ય સંસ્થામાં સારવાર લેવા આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો: સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના 3 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ, 27 દિવસમાં 5 બાળકોનાં મોત
આ પણ વાંચો: અમદાવાદમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો, 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ
