Ahmedabad Rain News/ અમદાવાદમાં 25 જુલાઈએ શાળા-કોલેજોમાં રજા જાહેર, ભારે વરસાદની આગાહીને પગલે તંત્રનો નિર્ણય

અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે 25 જુલાઈએ તમામ શાળા-કોલેજોમાં રજા (School Closed Ahmedabad) જાહેર કરવામાં આવી છે, જ્યારે આંગણવાડીઓ 27 જુલાઈ સુધી બંધ રહેશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
School Closed Ahmedabad: વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, 25 જુલાઈએ શાળા-કોલેજોમાં રજા

Ahmedabad Rain News: અમદાવાદમાં સતત વરસાદ અને આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 25 જુલાઈ (શનિવાર)ના રોજ શહેરની તમામ શાળા (School Closed Ahmedabad) અને કોલેજો (Ahmedabad College Closed)માં રજા જાહેર કરવામાં આવી છે.

School Closed Ahmedabad: અમદાવાદમાં શાળા-કોલેજો રહેશે બંધ

તંત્ર દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ, સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓ (School Closed Ahmedabad)  અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે. ભારે વરસાદ અને સંભવિત જળભરાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

આ ઉપરાંત, અમદાવાદની તમામ આંગણવાડી કેન્દ્રો 27 જુલાઈ સુધી બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાના બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે સંકલન કરીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અનિવાર્ય કામ સિવાય ઘર બહાર ન નીકળવાની, પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવાની અને માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. તમામ સંબંધિત વિભાગોને એલર્ટ રાખવામાં આવ્યા છે અને વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો:મહેસાણામાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી, વહીવટી તંત્ર એલર્ટ મોડ પર

આ પણ વાંચો:અમદાવાદના ધોળકામાં 18 ઇંચ વરસાદથી રસ્તા જળબંબાકાર

આ પણ વાંચો:વિરમગામમાં ભારે વરસાદનો કહેર: પાણીમાં ડૂબતા યુવકનું મોત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ