Gujarat News/ સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ નુકસાનનો ચિતાર! ધોરાજીમાં બોરમાંથી ફુવારા, મોરબી રોડ ખાડામય, બહુચરાજીમાં ખેતરો જળબંબાકાર

Gujarat Flood: ભારે વરસાદ બાદ ધોરાજીના ઝાંઝમેર ગામમાં બોરમાંથી પાણીના ફુવારા જોવા મળ્યા, મોરબી-ટંકારા રોડ પર મોટા ખાડા પડ્યા અને બહુચરાજી પંથકમાં ખેતરો પાણીમાં ગરકાવ થતાં ખેડૂતો ચિંતિત બન્યા

Top Stories Gujarat
Gujarat Flood: વરસાદની અસર યથાવત

Gujarat Rain News: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ હવે તેની (Gujarat Flood) અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. ક્યાંક કુદરતી અજાયબી જેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે તો ક્યાંક રસ્તાઓ બિસ્માર બનતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને પાકના નુકસાનની ચિંતા સતાવી રહી છે.

Gujarat Flood: રાજકોટ: ધોરાજીના ઝાંઝમેર ગામે બોરમાંથી પાણીના ફુવારા, ગ્રામજનોમાં કુતૂહલ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં ભારે વરસાદ બાદ એક અનોખું દૃશ્ય જોવા મળ્યું. ગામના એક બોરમાંથી કોઈ મોટર કે પંપ વગર જ દર 30 સેકન્ડે પાણીના જોરદાર ફુવારા (Dhoraji Bore Water Fountain)બહાર નીકળતા જોવા મળ્યા. વરસાદ બાદ ભૂગર્ભ જળસ્તર વધતાં બોરનું પાણી સ્વયંભૂ ઉપર આવવા લાગ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Gujarat Flood

આ ઘટનાની જાણ થતાં ખેડૂતોથી લઈને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા. બોરમાંથી ઉછળતા પાણીના ફુવારા લોકોમાં આશ્ચર્ય અને કુતૂહલનું કેન્દ્ર બન્યા હતા.

Gujarat Flood: મોરબી: ટંકારા માર્ગ પર મસમોટા ખાડા, અકસ્માતનો ખતરો

મોરબી-ટંકારા માર્ગ પર વરસાદ બાદ રસ્તાની હાલત અત્યંત ખરાબ (Morbi Tankara Road) બની ગઈ છે. બાયપાસથી ટંકારા સુધીના માર્ગ પર મોટા ખાડાઓ પડતાં વાહનચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

Gujarat Flood: વરસાદની અસર યથાવત

સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ પછી રસ્તો વધુ બિસ્માર બની ગયો છે, છતાં હજુ સુધી સમારકામ શરૂ કરવામાં આવ્યું નથી. જો તાત્કાલિક કામગીરી નહીં થાય તો જનઆંદોલન કરવાની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે.

મહેસાણા: બહુચરાજી પંથકમાં ખેતરો જળબંબાકાર, ખેડૂતોમાં ચિંતા

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ખાંભેલ સહિત આસપાસના ગામોમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા (Becharaji Flood)છે. કલાકો વીતી ગયા હોવા છતાં પાણીનો નિકાલ ન થતાં ખેતીને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ખેડૂતોનું કહેવું છે કે લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતાં પાકને મોટું નુકસાન થઈ શકે છે. વરસાદી પાણીના કારણે ખેતીકાર્ય પણ પ્રભાવિત બન્યું છે અને હવે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચો: અમદાવાદ-રાજકોટ હાઈવે ફરી શરૂ, બાવળામાં ટ્રેક્ટર પલટી જતાં 10 લોકોનો આબાદ બચાવ

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદ: ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધી વ્યાપક નુકસાન, અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ

આ પણ વાંચો: વડોદરામાં પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી! ઝવેરનગરમાં ભુવો પડ્યો, અક્ષર ચોકમાં વિશાળ ખાડો સર્જાતા લોકોમાં ભારે રોષ