Dang News/ ડાંગના સાપુતારા નજીક ભૂકંપનો હળવો આંચકો, 2.8ની તીવ્રતાનો ઝટકો

Saputara Earthquake: ડાંગના સાપુતારા નજીક 2.8ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો. ISR મુજબ કેન્દ્રબિંદુ સાપુતારાથી 12 કિમી દૂર હતું. કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી. આગળ વાંચો સમગ્ર અહેવાલ.

Top Stories Gujarat
Saputara Earthquake: 2.8ની તીવ્રતાનો ભૂકંપ

Dang News: ડાંગ જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા નજીક સોમવારે સાંજે આશરે 7 વાગ્યે 2.8ની (Saputara Earthquake) તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો (Dang Earthquake) અનુભવાયો હતો. ઓછી તીવ્રતાના આંચકાને કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી, જોકે સ્થાનિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Saputara Earthquake: સાપુતારાથી 12 કિમી દૂર હતું કેન્દ્રબિંદુ

સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ISR Gujarat)ના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ સાપુતારાથી લગભગ 12 કિલોમીટર દૂર નોંધાયું હતું. આંચકો જમીનથી અંદાજે 6 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

કોઈ નુકસાનના અહેવાલ નહીં

ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી. જોકે આંચકો અનુભવાતા સ્થાનિક લોકો થોડા સમય માટે ઘરની બહાર નીકળી આવ્યા હતા. હાલ સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હોવાનું તંત્રએ જણાવ્યું છે.


આ પણ વાંચો: રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યાનો પ્રયાસ, મહિલાનું મોત; વ્યાજના બોજાની આશંકા

આ પણ વાંચો: મોરબી બસ સ્ટેન્ડ પર ST બસમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો: અમદાવાદથી મુસાફરી દરમિયાન થયું મોત, પોલીસ તપાસમાં જૂટી

આ પણ વાંચો: સુરતમાં હાઈવા ટ્રકની અડફેટે 3 વર્ષના બાળકનું કરુણ મોત: બે વર્ષ પહેલાં પિતાને ગુમાવ્યા બાદ હવે પૌત્ર ગુમાવતા દાદીનો હૈયાફાટ વિલાપ