Surat News/ સુરતમાં હાઈવા ટ્રકની અડફેટે 3 વર્ષના બાળકનું કરુણ મોત: બે વર્ષ પહેલાં પિતાને ગુમાવ્યા બાદ હવે પૌત્ર ગુમાવતા દાદીનો હૈયાફાટ વિલાપ

Surat Truck Accident: સુરતના કવાસ ગામમાં હાઈવા ટ્રકની અડફેટે 3 વર્ષના બાળકનું કરુણ મોત. બે વર્ષ પહેલાં પિતાને ગુમાવ્યા બાદ હવે પૌત્રને ગુમાવતા દાદીના આક્રંદથી સમગ્ર વિસ્તાર શોકમગ્ન બન્યો.

Top Stories Surat Breaking News
Surat Truck Accident: બે વર્ષ પહેલાં પિતા, હવે પુત્ર... અકસ્માતે પરિવારને ફરી આપ્યો ઘા

Surat News: સુરતના હજીરા નજીક આવેલા કવાસ ગામમાં એક કરુણ માર્ગ અકસ્માત (Surat Truck Accident)માં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. રોડની બાજુમાં અન્ય બાળકો સાથે રમી રહેલા બાળકને પૂરપાટ ઝડપે આવેલી હાઈવા ટ્રકે અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ ગંભીર રીતે ઇજા પામ્યા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. આ દુર્ઘટનાએ એક એવા પરિવારને ફરીથી આઘાત આપ્યો છે, જેણે બે વર્ષ પહેલાં જ અકસ્માતમાં પોતાના યુવાન પુત્રને ગુમાવ્યો હતો.

બે વર્ષમાં પરિવારને બીજો મોટો આઘાત

મૃતક બાળકના પિતાનું પણ બે વર્ષ પહેલાં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પિતાના અવસાન બાદ માતા બાળકોને દાદીના ભરોસે મૂકીને અલગ રહેવા જતી રહી હોવાનું પરિવારજનોએ જણાવ્યું. ત્યારથી દાદી પોતાના પૌત્ર અને નાની પૌત્રીનું પાલનપોષણ મજૂરી કરીને કરી રહ્યા હતા.

Surat Truck Accident: રમતા રમતા બની દુર્ઘટના

માહિતી મુજબ, બાળક પોતાના મામાના ઘરે ગયો હતો અને રસ્તાની બાજુમાં અન્ય બાળકો સાથે રમતો હતો. તે દરમિયાન ઝડપથી પસાર થતી હાઈવા ટ્રકના ચાલકે નિયંત્રણ ગુમાવતા બાળકને ટક્કર મારી દીધી. ગંભીર ઇજા થતાં પરિવારજનો તરત જ નજીકના ડોક્ટર પાસે લઈ ગયા, જ્યાંથી તેને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવાની સલાહ આપવામાં આવી. જોકે હોસ્પિટલ પહોંચતા પહેલાં જ બાળકે દમ તોડી દીધો.

ટ્રક ચાલકને લોકોએ ઝડપી પાડ્યો

અકસ્માત (Surat Truck Accident) બાદ ટ્રક ચાલકે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિક લોકો અને બાળકના મામાએ પીછો કરીને ટ્રક રોકી ચાલકને ઝડપી પાડ્યો અને બાદમાં પોલીસને સોંપી દીધો.

દાદીનો હૈયાફાટ વિલાપ

હોસ્પિટલમાં બાળકના મોતની જાણ થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. બે વર્ષમાં દીકરા અને હવે પૌત્રને ગુમાવનાર દાદીનો કરુણ વિલાપ સાંભળીને હોસ્પિટલમાં હાજર લોકો પણ ભાવુક બની ગયા. પરિવાર પાસે હવે માત્ર નાની પૌત્રી જ બચી હોવાનું જણાવી દાદીએ પોતાના દુઃખની વ્યથા વ્યક્ત કરી.

ભીલ સમાજે કડક કાર્યવાહીની માંગ કરી

ઘટનાની જાણ થતાં ભીલ સમાજના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને પીડિત પરિવારને સાંત્વના પાઠવી હતી. સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ગરીબ શ્રમિક પરિવારોના બાળકો બેફામ દોડતા ભારે વાહનોના કારણે સતત અકસ્માત (Surat Truck Accident)નો ભોગ બની રહ્યા છે. તેમણે ટ્રક ચાલક સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની અને બેદરકારી માટે જવાબદાર તમામ સામે યોગ્ય ગુનો નોંધવાની માંગ કરી છે.

પોલીસે તપાસ શરૂ કરી

ઈચ્છાપોર પોલીસે અકસ્માત (Surat Truck Accident)નો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ટ્રક ચાલકની બેદરકારી, અકસ્માતના કારણો અને અન્ય કાનૂની પાસાઓની તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો:સુરતના પલસાણા એક્સપ્રેસ-વે પર સાવરકુંડલા પોલીસની બોલેરોનો ગંભીર અકસ્માત, 4 પોલીસકર્મી ઇજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં BRTS બસમાં ભીડ વચ્ચે અકસ્માત, 3 મુસાફરો પટકાયા

આ પણ વાંચો:સુરતમાં સિટી બસ અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત, 2 વિદ્યાર્થી ઘાયલ