Surat News: સુરતના ભાગળ ચાર રસ્તા (Bhagal Char Rasta) વિસ્તારમાં એક જર્જરિત મકાનનો સ્લેબ(Surat Building Collapse) અચાનક તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી 75 વર્ષીય ભરત દલાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
Surat Building Collapse: ફાયર વિભાગે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. રેસ્ક્યૂ ટીમે કાટમાળ નીચે દબાયેલા વૃદ્ધને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં તબીબોએ ભરત દલાલની સારવાર શરૂ કરી હતી. જોકે, ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઘટનાના પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મેડિકલ સ્ટોર ચલાવતા હતા મૃતક
માહિતી અનુસાર, ભરત દલાલ જર્જરિત મકાનના નીચેના ભાગમાં મેડિકલ સ્ટોર (Medical Store Owner Death) ચલાવતા હતા. અકસ્માત સમયે તેઓ દુકાનમાં હાજર હતા ત્યારે અચાનક સ્લેબ તૂટી પડતાં આ દુર્ઘટના બની હતી.માહિતી મુજબ, ભરતભાઈ દલાલ આ જ મકાનના માલિક હતા અને વર્ષોથી ગ્રાઉન્ડ ફ્લોર પર મેડિકલ સ્ટોર ચલાવતા હતા. ઉપરનો માળ લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં રોજની જેમ તેઓ દુકાનમાં બેઠા હતા. તે દરમિયાન અચાનક ઉપરનો સ્લેબ તૂટી પડતાં સમગ્ર કાટમાળ દુકાન પર ખાબક્યો હતો.
આસપાસના જર્જરિત મકાનો પણ કરાયા ખાલી
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું. ઘટનાના પગલે આસપાસ આવેલા અન્ય જોખમી મકાનો પણ સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવ્યા છે. હાલ સમગ્ર વિસ્તારની સુરક્ષા અને અન્ય જોખમી ઇમારતોની સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે.
જર્જરિત ઇમારતોની સુરક્ષા પર ઉઠ્યા સવાલ
આ ઘટનાએ શહેરમાં જર્જરિત ઇમારતોની સ્થિતિ અને તેમની સમયસર તપાસ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિકોમાં પણ આવી ઇમારતોની તાત્કાલિક તપાસ કરીને જોખમી મકાનો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
આ પણ વાંચો: ભારે વરસાદને લઈ રાજ્ય સરકાર હાઈ એલર્ટ, ફ્લડ કંટ્રોલ સેલમાં જળ સંપત્તિ મંત્રીની મહત્વપૂર્ણ બેઠક
આ પણ વાંચો: અમદાવાદની પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ, પ્લોટના નામે રૂ.1.56 કરોડની છેતરપિંડીનો આરોપ
