Rajkot News: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન (Rajkot Jangleshwar Demolition)ના ખર્ચને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે તપાસ સમિતિના અધ્યક્ષ બદલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ મામલે રચાયેલી તપાસ સમિતિનું નેતૃત્વ હવે PGVCLના મેનેજિંગ ડિરેક્ટર એમ.ડી. ચુડાસમા સંભાળશે.
જંગલેશ્વર ડિમોલિશન (Rajkot Jangleshwar Demolition) મામલે ખર્ચ અને કામગીરીમાં થયેલી કથિત બેદરકારીની તપાસ માટે સમિતિ બનાવવામાં આવી હતી. જોકે, એક મહિના જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી બેદરકારી મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Rajkot Jangleshwar Demolition: અત્યાર સુધીમાં બે વખત અધ્યક્ષ બદલાયા
તપાસ પ્રક્રિયા દરમિયાન અત્યાર સુધીમાં સમિતિના બે અધ્યક્ષ બદલાઈ ચૂક્યા છે. હવે ત્રીજા અધ્યક્ષ તરીકે એમ.ડી. ચુડાસમાની નિમણૂક કરવામાં આવશે. આ ફેરફારને કારણે તપાસની ગતિ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
ડિમોલિશન ખર્ચ 2.72 કરોડથી વધુ
જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલી ડિમોલિશન (Rajkot Jangleshwar Demolition) કામગીરીનો ખર્ચ રૂ. 2.72 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે. આટલા મોટા ખર્ચ બાદ કામગીરીમાં કોઈ બેદરકારી થઈ છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.
હાલમાં સૌની નજર નવી તપાસ સમિતિ અને તેના અધ્યક્ષ એમ.ડી. ચુડાસમાના નિર્ણય પર છે. હવે જોવાનું રહેશે કે સમિતિ ક્યારે રિપોર્ટ રજૂ કરે છે અને જવાબદારી નક્કી કરવા માટે શું પગલાં લેવામાં આવે છે.
આ પણ વાંચો:જંગલેશ્વર ડિમોલિશન બિલ વિવાદ પર મેયર નેહલ શુક્લનું મોટું નિવેદન, નિયમ વિરુદ્ધ ચૂકવાયેલી રકમ થશે વસૂલ
આ પણ વાંચો:જંગલેશ્વર ડિમોલિશનના ₹27.20 લાખના ખાણીપીણી બિલ પર સવાલ, દરખાસ્ત પેન્ડિંગ
