Surendranagar News/ ધ્રાંગધ્રામાં ભૂગર્ભ ગટર બાદ રસ્તાઓ બિસ્માર! લેવલિંગ ન થતાં કાદવ-ખાડાથી લોકો ત્રસ્ત

Road Damage: ધ્રાંગધ્રામાં GUDC દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી બાદ અનેક રસ્તાઓનું લેવલિંગ ન થતાં ચોમાસામાં કાદવ, કીચડ અને ખાડાની સમસ્યા વધી છે

Top Stories Gujarat
Road Damage: કાદવ અને ખાડાનો સામ્રાજ્ય

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) દ્વારા ભૂગર્ભ ગટરની (Underground Sewer Project) કામગીરી પૂર્ણ થયા બાદ અનેક વિસ્તારોમાં રસ્તાઓનું યોગ્ય લેવલિંગ (Road Damage) કરવામાં આવ્યું નથી. જેના કારણે ચોમાસાની ઋતુમાં સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Road Damage: કાદવ, કીચડ અને ખાડાથી વાહનચાલકો મુશ્કેલીમાં

Road Damage: કાદવ અને ખાડાનો સામ્રાજ્ય

રસ્તાઓનું સમારકામ ન થતાં વરસાદી (Monsoon Road Damage) પાણી ભરાઈ જાય છે અને કાદવ-કીચડની સ્થિતિ સર્જાય છે. ઉબડ-ખાબડ રસ્તાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનો ભય પણ વધી ગયો છે.

પેટા કોન્ટ્રાક્ટ હેઠળ ચાલી રહી છે કામગીરી

Road Damage: કાદવ અને ખાડાનો સામ્રાજ્ય

ભૂગર્ભ ગટરની કામગીરી GUDC દ્વારા વી.સી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને પેટા કોન્ટ્રાક્ટ હેઠળ સોંપવામાં આવી છે. અગાઉ પણ પાઇપલાઇનની ગુણવત્તાને લઈને રજૂઆતો થઈ હતી. હવે કામગીરી પૂર્ણ થયા બાદ પણ અનેક સ્થળોએ રોડનું લેવલિંગ(Road Leveling) અને માટીકામ બાકી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

અગાઉ પણ ખુલ્લા ખાડાને લઈને થયો હતો વિરોધ

ભવાનીપરા વિસ્તારમાં પણ અગાઉ ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન લાંબા સમય સુધી મોટા ખાડા ખુલ્લા રહેતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોની રજૂઆત બાદ પ્રાંત અધિકારીએ સ્થળની મુલાકાત લઈને કોન્ટ્રાક્ટરોને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

રજૂઆતો છતાં સ્થિતિમાં સુધારો નહીં

સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ રસ્તાઓનું યોગ્ય લેવલિંગ કરવામાં આવ્યું નથી. જેના કારણે વરસાદી દિવસોમાં લોકો માટે અવરજવર જોખમી બની રહી છે. જવાબદાર વિભાગ અને કોન્ટ્રાક્ટરો સામે અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં નારાજગી વધી રહી છે.સ્થાનિકોએ માંગ કરી છે કે જ્યાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યાં તાત્કાલિક રસ્તાઓનું લેવલિંગ અને સમારકામ કરવામાં આવે. સાથે જ બેદરકારી દાખવનારા સંબંધિત કોન્ટ્રાક્ટરો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે.

ચીફ ઓફિસરનો જવાબ

ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલે જણાવ્યું કે ભૂગર્ભ ગટરનું કામ GUDC દ્વારા રાજ્ય સરકાર હેઠળ ચાલી રહ્યું છે. કામગીરીને લઈને વારંવાર પ્રશ્નો ઊભા થતા પ્રાંત અધિકારીના સૂચન મુજબ GUDC વિભાગને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. હવે આગળની કાર્યવાહી GUDC દ્વારા કરવામાં આવશે.


આ પણ વાંચો: રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: PGVCL MD એમ.ડી. ચુડાસમા બનશે તપાસ સમિતિના નવા અધ્યક્ષ

આ પણ વાંચો: જેતપર ઉપવાસ છાવણીમાંથી કારૂ કાકાની ચીમકી, વરસાદ બાદ મોટું આંદોલન કરવાની તૈયારી

આ પણ વાંચો: અમદાવાદમાં ટ્રાફિક ASI લાંચ લેતા ઝડપાયો