Ahmedabad News: સ્માર્ટ સિટી અમદાવાદના દાણાપીઠ સ્થિત (Danapith AMC) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) મુખ્યાલયમાં VIP કલ્ચરને (AMC VIP Culture) લઈને ચર્ચા તેજ બની છે. શહેરના મેયર, મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ માટે લિફ્ટ રોકી રાખવામાં આવતી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મુદ્દાએ સામાન્ય નાગરિકો અને અરજદારો વચ્ચે પણ ચર્ચા જગાવી છે.
AMC VIP Culture: સામાન્ય અરજદારોને રાહ, VIP માટે લિફ્ટ રિઝર્વ?
AMCના C બ્લોકમાં વિવિધ માળે જવા માટે ચાર લિફ્ટ ઉપલબ્ધ છે. જોકે, આક્ષેપ મુજબ જ્યારે કોઈ ઉચ્ચ અધિકારી કે પદાધિકારી આવવાના હોય ત્યારે લિફ્ટમેન અગાઉથી લિફ્ટ રોકી (AMC Lift Controversy) રાખે છે. પરિણામે પોતાના કામ માટે આવેલા સામાન્ય અરજદારોને લાંબી રાહ જોવી પડે છે અને કેટલીક વખત લિફ્ટ ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ કરી શકતા નથી.
અધિકારીઓના આગમન પહેલાં જ લિફ્ટ રોકાતી હોવાનો દાવો

માહિતી મુજબ, કેટલાક અધિકારીઓના આગમન પહેલાં તેમની ઓફિસના કર્મચારીઓ લિફ્ટમેનને જાણ કરે છે અને ત્યારબાદ લિફ્ટ અન્ય લોકો માટે બંધ રાખવામાં આવે છે. ભલે અધિકારીને પહોંચવામાં સમય હોય, તેમ છતાં લિફ્ટ રોકી રાખવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ઓફિસના રોજિંદા કામકાજ પર પણ અસર પડતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
AMCમાં કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ચર્ચાનો વિષય
આ સમગ્ર મામલો AMCના કર્મચારીઓ અને મુલાકાતીઓ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, સત્તાવાર રીતે કોઈ અધિકારીએ આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપી નથી. આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી, પરંતુ જો આ દાવા સાચા સાબિત થાય તો સામાન્ય નાગરિકો સાથે સમાન વ્યવહાર અને સરકારી કચેરીઓમાં પારદર્શિતાને લઈને અનેક સવાલો ઊભા થઈ શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ તપાસમાં મોટો ખુલાસો: ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં ખામી નહીં
આ પણ વાંચો: મહેસાણા મેયર સોનલબેન ઓઝા સહિત 168 ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ફરિયાદ, ચૂંટણી ખર્ચ ન આપ્યાનો આક્ષેપ
