Ahmedabad News/ ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ VC નીરજા ગુપ્તા સામે કરોડોના પગાર ખર્ચનો આક્ષેપ, ABVPએ કરી તપાસની માંગ

ગુજરાત યુનિવર્સિટી (Gujarat University controversy)ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે ABVPના ગંભીર આક્ષેપો, 5થી 6 ગણા પગાર વધારા અને 10.93 કરોડના વધારાના ખર્ચની ફરિયાદ બાદ તપાસ કમિટી રચાઈ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Gujarat University controversy, 5 લાખ સુધીના પગારથી કરોડોનું આર્થિક ભારણ?

Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી (Gujarat University controversy) ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ (VC) નીરજા ગુપ્તા સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ABVPનો દાવો છે કે, નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન કેટલીક એવી નિમણૂકો કરવામાં આવી જેમાં યુનિવર્સિટીને કરોડો રૂપિયાનું વધારાનું આર્થિક ભારણ સહન કરવું પડ્યું.

ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટી (Gujarat University controversy)ને આપવામાં આવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પૂર્વ કુલપતિના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન નવા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી અને તેમને અગાઉના કર્મચારીઓની સરખામણીમાં અનેક ગણો વધારે પગાર ચૂકવવામાં આવ્યો.

Gujarat University controversy: 5થી 6 ગણો પગાર ચૂકવ્યાનો ABVPનો આક્ષેપ

ABVPના જણાવ્યા પ્રમાણે, 1 જુલાઈ 2023થી 30 જૂન 2026 સુધી નીરજા ગુપ્તા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્યરત હતા. આ સમયગાળા દરમિયાન કેટલાક હંગામી કર્મચારીઓને દૂર કરીને નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે, કેટલાક કર્મચારીઓને અગાઉના પગાર કરતા 5થી 6 ગણો વધુ પગાર આપવામાં આવ્યો હતો. જેમાં કેટલાક કર્મચારીઓને મહિને લાખો રૂપિયાનો પગાર ચૂકવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટીને 10.93 કરોડનું આર્થિક નુકસાન થયાનો દાવો

ABVPનો આરોપ છે કે, આ પ્રકારની નિમણૂકો અને વધારાના પગાર ખર્ચના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત યુનિવર્સિટી (Gujarat University controversy) પર અંદાજે 10.93 કરોડ રૂપિયાનું વધારાનું આર્થિક ભારણ આવ્યું છે.ABVPએ આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાની અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર પાસેથી નુકસાનની વસૂલાત કરવાની માંગ કરી છે.

ઓળખીતાઓને મહત્વની જવાબદારી આપ્યાનો આક્ષેપ

ABVPએ ફરિયાદમાં કેટલાક વ્યક્તિઓની નિમણૂક અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.આક્ષેપ મુજબ, પવન પંડિતને યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી હતી. ABVPનો દાવો છે કે તેઓ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના Ph.D. વિદ્યાર્થી રહી ચૂક્યા છે.ઉપરાંત ચંદ્રશેખર ઝા અને દિનેશકુમારની નિમણૂક અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ABVPના જણાવ્યા પ્રમાણે બંને વ્યક્તિઓ પૂર્વ કુલપતિના પતિ અરૂણકુમાર સાથે ONGCમાં કાર્યરત હતા.

UGC નિયમોનો ભંગ કર્યાનો આરોપ

ABVPએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, કેટલીક નિમણૂકો UGCના નિયમો વિરુદ્ધ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે, કેટલાક લોકોને સરકારની મંજૂરી વગર મહિને 5 લાખ રૂપિયા સુધીના પગાર પર રાખવામાં આવ્યા હતા. IKS વિભાગમાં પણ બહારના રાજ્યોના કેટલાક લોકોની નિમણૂક કરવામાં આવી હોવાનો ABVPનો દાવો છે.

ABVPએ કરી તપાસ અને રિકવરીની માંગ

ABVPના નેતા ધ્રુમિલ અખાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીને લેખિત ફરિયાદ આપવામાં આવી છે. તેમણે માંગ કરી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો યુનિવર્સિટીને કોઈ નુકસાન થયું હોય તો તેની વસૂલાત કરવામાં આવે.

ફરિયાદ બાદ તપાસ કમિટીની રચના

ABVPની ફરિયાદ બાદ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University controversy) દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.આ કમિટીમાં સિન્ડિકેટ સભ્ય હિરેન જાદવ ,IQAના ડાયરેક્ટર પ્રોફેસર સી.જી. બ્રહ્મભટ્ટ અને સ્કૂલ ઓફ લોના હેડ પ્રોફેસર ભાવેશ ભરાડનો સમાવેશ કરવામાં આવ્યો છે.હવે કમિટી સમગ્ર મામલે તપાસ કરશે. તપાસ દરમિયાન આક્ષેપોમાં તથ્ય જણાશે તો આગળની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.


આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટીમાં B.Comની પરીક્ષામાં મોટો લોચો, વિદ્યાર્થીઓને વહેંચી દીધા ખોટા પેપર

આ પણ વાંચો:EC સભ્યની દિલ્હી ટ્રિપ મુદ્દે ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં

આ પણ વાંચો:અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો