Patan News/ પાટણમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો, 5 વર્ષીય બાળકનું મોત; વધુ એક શંકાસ્પદ કેસથી તંત્ર એલર્ટ

Patan Chandipura Virus: પાટણના સરસ્વતી તાલુકાના સાણોદરડા ગામમાં ચાંદીપુરા વાયરસથી 5 વર્ષીય બાળકનું મોત થયું છે. ચાણસ્માના તરારા ગામમાં વધુ એક શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને તપાસ તેજ કરી છે.

Trending Top Stories Gujarat
Patan Chandipura Virus: 5 વર્ષીય બાળકનું મોત

Patan News: પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ ગંભીર કેસ(Patan Chandipura Virus) સામે આવ્યો છે. સરસ્વતી તાલુકાના (Saraswati Taluka) સાણોદરડા ગામના (Sanodarda Village)5 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. બાળકની તબિયત અચાનક બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ બે દિવસની સારવાર છતાં તેનું જીવન બચાવી શકાયું નહોતું.

Patan Chandipura Virus: 5 વર્ષીય બાળકનું મોત

Patan Chandipura Virus: લેબ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ

બાળકના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે જાહેર કરેલા રિપોર્ટમાં બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાનું પુષ્ટિ થઈ છે. આ ઘટનાએ જિલ્લામાં આરોગ્ય તંત્રને હાઈ એલર્ટ પર મૂકી દીધું છે.

ગામમાં આરોગ્ય વિભાગની ટીમો તૈનાત

Patan Chandipura Virus: 5 વર્ષીય બાળકનું મોત

બાળકના મોત બાદ આરોગ્ય વિભાગની વિશેષ ટીમ તરત જ સાણોદરડા ગામે પહોંચી હતી. ગામમાં સઘન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે અને અન્ય બાળકોમાં તાવ અથવા વાયરસના લક્ષણો છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ લોકોમાં જાગૃતિ લાવવા અને જરૂરી તકેદારી રાખવા માટે પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.

ચાણસ્મામાં વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો

આ ઘટના વચ્ચે ચાણસ્મા તાલુકાના તરારા ગામમાંથી પણ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં 10 વર્ષીય બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. બાળકના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આરોગ્ય તંત્રે વધારી સતર્કતા

એક બાળકના મોત અને વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ સમગ્ર પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગે સતર્કતા વધારી છે. સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ, સર્વેલન્સ અને આરોગ્ય તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી સંભવિત સંક્રમણને સમયસર નિયંત્રણમાં લઈ શકાય.


આ પણ વાંચો: મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત, બહુચરાજીની બાળકીનું સારવાર દરમિયાન નિધન

આ પણ વાંચો: જામનગરમાં ચાંદીપુરાનો કહેર! વઘુ એક બાળકના મોતથી ચિંતા વધી, મૃત્યુઆંક 5 પર પહોંચ્યો

આ પણ વાંચો: ચાંદીપુરાના શંકાસ્પદ કેસોએ વધારી ચિંતા: જામનગરમાં વધુ બે બાળ દર્દીનાં મોત