CWG 2026: ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની જાવેલિન થ્રો (ભાલા ફેંક) ક્વોલિફિકેશન સ્પર્ધામાં ભારતના ત્રણેય ખેલાડીઓએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા (Neeraj Chopra Final), રોહિત યાદવ અને યશવીર સિંહે ફાઇનલ માટે મજબૂત દાવેદારી નોંધાવી છે. ક્વોલિફિકેશનમાં કુલ 18 એથ્લીટ્સ વચ્ચે ટક્કર જોવા મળી હતી, જેમાં શ્રેષ્ઠ 12 ખેલાડીઓ ફાઇનલમાં પહોંચવાના હતા.
Neeraj Chopra Final: નીરજ ચોપરાનો સતત સુધરતો દેખાવ

ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પ્રથમ પ્રયાસમાં 76.28 મીટરનો થ્રો કર્યો હતો. બીજા પ્રયાસમાં તેણે પોતાનું પ્રદર્શન સુધારીને 79.61 મીટર સુધી ભાલો (CWG 2026 Javelin Throw) ફેંક્યો, જે તેનો શ્રેષ્ઠ પ્રયાસ રહ્યો. જોકે તે 84 મીટરના ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્ક સુધી પહોંચી શક્યો નહીં, પરંતુ પોતાના અંતરના આધારે તેણે ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું.
રોહિત યાદવ અને યશવીરનું પણ મજબૂત પ્રદર્શન

ભારતના રોહિત યાદવે (Rohit Yadav) પ્રથમ પ્રયાસમાં 77.04 મીટર અને બીજા પ્રયાસમાં 78.37 મીટરનો થ્રો નોંધાવ્યો. બીજી તરફ યશવીર સિંહે (Yashvir Singh Javelin)પ્રથમ પ્રયાસમાં 73.89 મીટર, બીજા પ્રયાસમાં 74.45 મીટર અને ત્રીજા પ્રયાસમાં 78.36 મીટરનો શ્રેષ્ઠ થ્રો કરીને પોતાની સ્થિતિ મજબૂત બનાવી. બંને ભારતીય ખેલાડીઓ પણ ટોચના 12માં સ્થાન મેળવી ફાઇનલ માટે ક્વોલિફાય થયા.
શ્રીલંકાના રુમેશ થરંગા ટોચ પર રહ્યા
ક્વોલિફિકેશન રાઉન્ડમાં શ્રીલંકાના રુમેશ થરંગાએ પ્રથમ પ્રયાસમાં જ 82.84 મીટરનો શાનદાર થ્રો કરીને ટોચનું સ્થાન મેળવ્યું. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 81.29 મીટર સાથે બીજું સ્થાન મેળવ્યું, જ્યારે દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન અને અન્ય દેશોના ખેલાડીઓ વચ્ચે પણ રસપ્રદ સ્પર્ધા જોવા મળી.
2018 પછી કોમનવેલ્થ ગેમ્સમાં નીરજની વાપસી
કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાનું આ 2018 પછીનું પ્રથમ પ્રદર્શન છે. તેણે 2018 ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં 86.47 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. ઈજાના કારણે તે 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો નહોતો. હવે આઠ વર્ષ બાદ તે ફરી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતર્યો છે.
ઈજાઓ બાદ આત્મવિશ્વાસ સાથે પરત ફર્યો નીરજ
પાછલા વર્ષે પીઠની ઈજાના કારણે નીરજનું પ્રદર્શન પ્રભાવિત થયું હતું. ત્યારબાદ તેણે પોતાની ટેક્નિક, રન-અપ અને થ્રોના એંગલ પર ખાસ મહેનત કરી. હવે તે વધુ સાવચેતી અને આત્મવિશ્વાસ સાથે રમી રહ્યો છે. તેના જણાવ્યા મુજબ, હવે તે શરીર પર બિનજરૂરી ભાર મૂકવાને બદલે જરૂરિયાત મુજબ જ તાલીમ લે છે.
હવે ફાઇનલમાં મેડલ પર નજર
ક્વોલિફિકેશન સફળતાપૂર્વક પાર કર્યા બાદ હવે ભારતીય ચાહકોની નજર ફાઇનલ પર રહેશે. નીરજ ચોપરા સાથે રોહિત યાદવ અને યશવીર સિંહ પણ મેડલ માટે પડકાર રજૂ કરશે. ભારતને જાવેલિન થ્રોમાં ફરી એકવાર ગોલ્ડ જીતવાની આશા છે.
આ પણ વાંચો: CWG 2026 : દિલીપ ગાવિતના ગોલ્ડ બાદ ભારત 8મા સ્થાને, જાણો કોને જીત્યા કયા મેડલ
આ પણ વાંચો: એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય હોકી ટીમ જાહેર: હરમનપ્રીત સિંહ ફરી કેપ્ટન
આ પણ વાંચો: ગ્લાસગો ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સ મચાવશે ધૂમ; બોક્સિંગ અને 7 ગોલ્ડ મેડલ પર ભારતની નજર, જુઓ પૂરૂં શેડ્યૂલ
