Jamnagar News/ ‘ઓસ્ટ્રેલિયા ગયો છે’ કહી બે વર્ષ સુધી પરિવારને ભટકાવ્યા, હવે ખુલ્યો હત્યાનો સનસનાટીભર્યો રાજ

Jamnagar Murder Case: જામનગરના GIDC વિસ્તારમાં ફેક્ટરીના 12 ફૂટ ઊંડા ખાડામાંથી બે વર્ષ બાદ યુવકનો મૃતદેહ મળતા હત્યાકાંડનો પર્દાફાશ થયો. જાણો સમગ્ર મામલો

Top Stories Gujarat Others
Jamnagar Murder Case: 2 વર્ષે ખાડામાંથી યુવકનો મૃતદેહ મળ્યો

Jamnagar News: જામનગર શહેરના GIDC વિસ્તારમાં આવેલા શિવમ પાર્કની એક ફેક્ટરીમાંથી 12 ફૂટ ઊંડા ખાડામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતાં બે વર્ષ જૂના હત્યાકાંડનો(Jamnagar Murder Case) સનસનાટીભર્યો ભેદ ઉકેલાયો છે. મૃતકની ઓળખ જીગ્નેશ તરીકે થઈ છે. પોલીસે આ કેસમાં મૃતકની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિ માવડીયા, તેના પ્રેમી નિલેશ કછેટીયા અને પરપ્રાંતીય બલવીર વર્માની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Jamnagar Murder Case: ફોરેન્સિક તપાસ માટે માનવ કંકાલ મોકલાયો

Jamnagar Murder Case: 2 વર્ષે ખાડામાંથી યુવકનો મૃતદેહ મળ્યો

ફેક્ટરી પરિસરમાંથી મળી આવેલા (GIDC Murder) માનવ કંકાલને (Human Skeleton) ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસ કંકાલની ઓળખ અને મૃત્યુના કારણ અંગે વૈજ્ઞાનિક તપાસના આધારે વધુ પુરાવા એકત્ર કરી રહી છે.

‘ઓસ્ટ્રેલિયા ગયો છે’ કહી પરિવારને બે વર્ષ સુધી ગેરમાર્ગે દોરાયો

મૃતકના ભાઈ અશોક માવડીયાના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષથી પરિવાર જ્યારે જીગ્નેશ વિશે પૂછતો હતો ત્યારે આરોપીઓ દ્વારા સતત એવો જવાબ આપવામાં આવતો હતો કે તે ઓસ્ટ્રેલિયા ગયો છે. જોકે, પરિવારને શંકા જતાં તેમણે જીગ્નેશ સાથે સીધી વાત કરાવવા અથવા તેનો સંપર્ક નંબર આપવા માંગણી કરી હતી.

પોલીસ ફરિયાદની ચીમકી બાદ હત્યાની કબૂલાત

જ્યારે પરિવારજનોએ (Jamnagar Police) સ્પષ્ટ જણાવ્યું કે સંપર્ક ન મળ્યો તો તેઓ ગુમશુદગીની ફરિયાદ નોંધાવશે, ત્યારે આરોપીઓ ઘેરાઈ ગયા હતા. ફરિયાદની ભીતિ વચ્ચે આરોપીઓએ મૃતકના ભાઈને ઘરે બોલાવી જીગ્નેશની હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ પરિવારજનો તાત્કાલિક પોલીસ મથકે પહોંચ્યા અને લેખિત ફરિયાદ નોંધાવી હતી.

સાત વર્ષથી અલગ રહેતું દંપતી, ત્રણ દીકરીઓ છે

તપાસમાં સામે આવ્યું છે કે જીગ્નેશ અને તેની પત્ની છેલ્લા સાત વર્ષથી અલગ રહેતા હતા. દંપતીને ત્રણ દીકરીઓ છે. પરિવારના જણાવ્યા અનુસાર, જીગ્નેશને દારૂ પીવાની કોઈ કુટેવ પણ નહોતી.

પોલીસની તપાસ વધુ તેજ

પોલીસે પત્ની, તેના પ્રેમી અને અન્ય એક આરોપીની ધરપકડ કરીને સમગ્ર હત્યાકાંડના કારણો, હત્યાની રીત અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. FSL રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


આ પણ વાંચો: પાટણમાં પોલીસ સામે પોલીસ! પોલીસ કોન્સ્ટેબલે ASIનું ગળું દબાવી કર્યો હત્યાનો પ્રયાસ

આ પણ વાંચો: અમદાવાદના ફતેવાડીમાં પત્નીના પ્રેમીએ પતિ પર કર્યું ફાયરિંગ, જૂની અદાવતમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

આ પણ વાંચો: મહેસાણા પોલીસની સમયસૂચકતાથી બચ્યો યુવકનો જીવ: SP કચેરીને ‘આત્મહત્યા કરવા જાઉં છું’નો મેઈલ મળતા પોલીસ એક્શનમાં