Rajkot News/ રાજકોટમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મનપા એલર્ટ, અધિકારીઓની રજા રદ; 87 વોટર લોગિંગ પોઈન્ટ માટે ખાસ પ્લાન

રાજકોટમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ (Rajkot Heavy Rain Alert)ની આગાહીને પગલે મનપા એલર્ટ મોડમાં આવી છે. કમિશનર તુષાર સુમેરાએ અધિકારીઓની રજા રદ કરી અને 87 વોટર લોગિંગ પોઈન્ટ માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Heavy Rain Alert: નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે જવાની અપીલ

Rajkot News: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ (Rajkot Heavy Rain Alert)ની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા તંત્ર સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. શહેરમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય અને નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે મનપા દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી છે અને 87 વોટર લોગિંગ પોઈન્ટ માટે વિશેષ એક્શન પ્લાન જાહેર કર્યો છે.

તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે ભારે વરસાદ (Rajkot Heavy Rain Alert)ની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.જે કર્મચારીઓ રજા પર હતા તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ આપવામાં આવ્યા છે, જ્યારે નવી રજાઓ મંજૂર કરવા પર પણ હાલ રોક લગાવવામાં આવી છે.

Rajkot Heavy Rain Alert: 87 વોટર લોગિંગ પોઈન્ટ માટે ખાસ વ્યવસ્થા

ચોમાસા દરમિયાન શહેરના જે વિસ્તારોમાં વારંવાર પાણી ભરાય છે તેવા 87 નાના-મોટા વોટર લોગિંગ પોઈન્ટની ઓળખ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પાણીના ઝડપી નિકાલ માટે વ્યવસ્થા ગોઠવાઈ. ડ્રેનેજ લાઈન અને ગરનાળાની સફાઈ પૂર્ણ કરવામાં આવી.જરૂર પડે ત્યારે હેવી પંપિંગ મશીનરીનો ઉપયોગ કરાશે. ત્રણેય ઝોનમાં સંવેદનશીલ વિસ્તારોનું સતત મોનિટરિંગ કરાશે.

ઝોન પ્રમાણે અધિકારીઓને જવાબદારી સોંપાઈ

વહીવટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે અલગ અલગ ઝોનમાં ડેપ્યુટી કમિશનર અને સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.વરસાદ (Rajkot Heavy Rain Alert) દરમિયાન જ્યાં પાણી ભરાવાની શક્યતા છે ત્યાં સિનિયર અધિકારીઓને સ્થળ પર હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.

24 કલાક કંટ્રોલ રૂમથી રહેશે નજર

મનપાના સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાંથી શહેરની સ્થિતિ પર 24 કલાક નજર રાખવામાં આવશે. નાગરિકો કોઈપણ પ્રકારની ઇમરજન્સી, પાણી ભરાવાની સમસ્યા, ઝાડ પડવાની ઘટના અથવા અન્ય ફરિયાદ માટે મનપાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકશે.

ટોલ ફ્રી નંબર: 155304

લેન્ડલાઈન નંબર: 0281-2228741 / 0281-2225707

આજી નદી કાંઠાના વિસ્તારોમાં લોકોને સ્થળાંતરની અપીલ

ભારે વરસાદ (Rajkot Heavy Rain Alert)ની સંભાવનાને પગલે ફાયરબ્રિગેડ દ્વારા આજી નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં માઇક દ્વારા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.લલુડી વોકળી, ભગવતીપરા, જંગલેશ્વર અને રામનાથપરા સહિતના વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસી જવા અને નજીકની સરકારી શાળાઓમાં આશરો લેવા અપીલ કરવામાં આવી છે.

સંભવિત બચાવ કામગીરી માટે ફાયરબ્રિગેડ દ્વારા 11 બોટ તૈયાર રાખવામાં આવી છે. લાઇફ જેકેટ અને લાઇફ રિંગ સહિતની સામગ્રી તૈયાર રાખવામાં આવી છે.

શાળા-કોલેજોમાં રજા જાહેર કરવાની કોંગ્રેસની માંગ

ભારે વરસાદ (Rajkot Heavy Rain Alert)ની આગાહીને પગલે રાજકોટ શહેરમાં શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.રાજકોટ કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થિતિ વધુ ગંભીર બને તે પહેલાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવી જોઈએ.હાલ તંત્ર દ્વારા વરસાદને પહોંચી વળવા માટેની તૈયારીઓ જાહેર કરવામાં આવી છે, પરંતુ શાળા-કોલેજ અંગેનો અંતિમ નિર્ણય હજુ જાહેર કરવામાં આવ્યો નથી.

નાગરિકોને સાવચેતી રાખવા અપીલ

મનપાએ નાગરિકોને વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી છે.પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવું.નદી-નાળા નજીક ન જવું.કોઈપણ ઇમરજન્સીમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવો.

રાજકોટ મનપાનું કહેવું છે કે વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ ટીમો તૈયાર છે અને શહેરમાં જનજીવનને ઓછામાં ઓછી અસર થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવશે.


આ પણ વાંચો:રાજકોટના જસદણ તાલુકામાં વરસાદી વાતાવરણ

આ પણ વાંચો:રાજકોટ : ઉપલેટામા ગ્રામ્ય વિસ્તારમા ભારે વરસાદ

આ પણ વાંચો:રાજકોટ શહેરમાં સાંજ સુધીમાં નોંધાયો 1 ઈંચ વરસાદ