Surat News: સુરતના વરાછા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં આર્થિક સંકટે એક પરિવારને ઉજાડી નાખ્યો. સુરત હત્યા કેસ તરીકે ચર્ચામાં આવેલી આ ઘટનામાં દત્તક પુત્રએ પોતાની માતા (mother)ની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે. સ્થળ પરથી મળેલી સુસાઇડ નોટમાં દેવા-લેણાંની વિગત સામે આવી છે, જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના મોત ગળે ટૂંપાથી થયાનું સ્પષ્ટ થયું છે. પોલીસે સમગ્ર ઘટનાની વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.
વરાછામાં પુત્રએ Motherની હત્યા કર્યા બાદ કર્યો આપઘાત
સુરતના વરાછા (Varachha)વિસ્તારમાં આવેલી રૂપમ સોસાયટીમાં બનેલી આ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. પોલીસ તપાસમાં સામે આવેલી પ્રાથમિક માહિતી મુજબ દત્તક પુત્ર છેલ્લા કેટલાક સમયથી ભારે આર્થિક સંકટમાં હતો અને તેના પર અંદાજે 50 લાખ રૂપિયાનું દેવું હતું. આર્થિક દબાણ વચ્ચે તેણે પોતાની માતાની ગળે ટૂંપો આપી હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
સુસાઇડ નોટમાં દેવા-લેણાંની વિગત મળી
ઘટના સ્થળેથી પોલીસે એક સુસાઇડ નોટ કબજે કરી છે. તેમાં દેવા-લેણાં, આર્થિક મુશ્કેલીઓ અને માનસિક તણાવ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસ સુસાઇડ નોટ (Suicide Note)ની હેન્ડરાઇટિંગ અને અન્ય પુરાવાઓની ફોરેન્સિક તપાસ પણ કરાવી રહી છે જેથી ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાય. બંને મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ ડોક્ટરોએ ગળે ટૂંપાથી મોત થયાનું સ્પષ્ટ કર્યું છે. આ રિપોર્ટ બાદ પોલીસની પ્રાથમિક તપાસને પણ બળ મળ્યું છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ, મોબાઇલ કોલ ડિટેલ્સ અને પરિવારના ઓળખીતાઓના નિવેદનો એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ બન્યો સુસાઇડ ફ્રન્ટ, દાયકામાં 1,322ની આત્મહત્યા
આ પણ વાંચો: ઇસ્લામાબાદમાં જુમ્માની નમાજ દરમિયાન સુસાઇડ બ્લાસ્ટ, 12નાં મોત
આ પણ વાંચો: જોધપુરમાં સાધ્વી પ્રેમ બાઈસા મોત કેસમાં ઈન્જેક્શન, સુસાઇડ નોટ,પિતાની ભૂમિકાને લઈને અનેક સવાલ
