World News: પેરૂના નાઝકા વિસ્તારમાં વિમાન દુર્ઘટના (Plane Crash)સર્જાઈ છે. ટેકઓફ કર્યા બાદ થોડા જ સમયમાં વિમાન અચાનક નીચે તૂટી પડ્યું હતું, જેના કારણે તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં પ્રવાસીઓ સહિત કુલ 13 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
પેરૂના નાઝકા વિસ્તારમાં Plane Crash
પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન ટેકઓફ કર્યા બાદ ટેક્નિકલ ખામી (Technical glitch)અથવા અન્ય કોઈ કારણસર નિયંત્રણ ગુમાવી બેઠું હતું અને જમીન પર પટકાતાં જ આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયું હતું. આગ એટલી વિકરાળ હતી કે બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને ઇમરજન્સી રેસ્ક્યૂ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, આગની તીવ્રતાને કારણે વિમાનમાં સવાર 13 લોકોના મોત (13 people died)થયા છે. સ્થાનિક પ્રશાસને મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે. સાથે જ, વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે ઉડ્ડયન સલામતી અધિકારીઓ દ્વારા સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે બ્લેક બોક્સ અને ફ્લાઇટ ડેટાના આધારે દુર્ઘટનાનું કારણ શોધવાનો પ્રયાસ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જ આ દુર્ઘટના પાછળનું વાસ્તવિક કારણ સામે આવશે.
આ પણ વાંચો: AI-171 વિમાન દુર્ઘટના : ઇલેક્ટ્રિકલ સિસ્ટમની નિષ્ફળતાથી ક્રેશ થયું હોવાનો પાઇલટ સંગઠનનો દાવો
આ પણ વાંચો: કેલિફોર્નિયામાં ઉડાન ભરતાની સાથે જ B-52 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, રાખ અને ધુમાડા સિવાય કશું ન બચ્યું
આ પણ વાંચો: પાકિસ્તાનમાં સૈન્ય તાલીમ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બે પાયલટના મોત
