Indonesia Ferry Fire Accident: ઇન્ડોનેશિયાના મદુરાદ્વીપ પાસે રવિવારે (2 ઓગસ્ટ) એક મુસાફરોથી ભરેલી ફેરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૫ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 41 લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટના બાદ મોટા પાયે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

ફેરીમાં કુલ કેટલા લોકો સવાર હતા અને શું છે સ્થિતિ?
ઇન્ડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના જણાવ્યા મુજબ, આગ લાગી તે સમયે ફેરીમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 271 લોકો સવાર હતા.
રવિવાર બપોર સુધીમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને 225 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.
આ ફેરી પૂર્વ જાવા પ્રાંતના સુરાબાયાથી દક્ષિણ સુલાવેસીના મકાસર જઈ રહી હતી, તે દરમિયાન જાવાના ઉત્તર-પૂર્વ તટ પાસે આવેલ મદુરાદ્વીપ નજીક આ દુર્ઘટના ઘટી હતી.
BREAKING: At least five people have died and 41 remain missing after the passenger ship KM Mutiara Sentosa 2 caught fire this morning off Madura Island in the Java Sea, near Sumenep Regency, Indonesia.
Inaccurate passenger manifests continue to hamper search and rescue efforts. pic.twitter.com/qqSgMYlh5B
— Weather Monitor (@WeatherMonitors) August 2, 2026
રેસ્ક્યુ ઓપરેશન અને આગનું કારણ અબંધ(Indonesia ferry fire)
લાપતા થયેલા લોકોની શોધખોળ માટે દરિયાઈ વિસ્તારમાં અનેક જહાજોને તૈનાત કરવામાં આવ્યા છે.
હાલમાં ફેરીમાં આગ(Indonesia ferry fire) કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયામાં દરિયાઈ સુરક્ષા અને જહાજોમાં આગ લાગવાની આ પહેલી ઘટના નથી; અગાઉ જુલાઈ 2025માં પણ ઉત્તર સુલાવેસી પાસે એક પેસેન્જર જહાજ (KM Barcelona 5) માં આગ લાગવાની ગંભીર દુર્ઘટના બની હતી.
આ પણ વાંચો:મોરક્કોથી હજારો પ્રવાસીઓની ઘૂસખોરીથી સ્પેનમાં કટોકટી; જાણો સમગ્ર ઘટના
આ પણ વાંચો:અમેરિકાના હુમલાના ડરથી ઈરાનની મોટી ચેતવણી; મિડિલ ઈસ્ટના ઓઈલ ફિલ્ડ્સને તબાહ કરવાની ધમકી
આ પણ વાંચો:પેરૂના નાઝકામાં ભીષણ વિમાન દુર્ઘટના, ટેકઓફ બાદ ક્રેશ થતાં 13 લોકોના મોત
