પોતાની દમદાર એક્ટિંગના જોરે બોલીવુડમાં એક અલગ અને મજબૂત ઓળખ ઊભી કરનાર અભિનેતા વિજય વર્મા (Vijay Varma)એ પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરીને એક સનસનાટી ભર્યો ખુલાસો કર્યો છે. ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવતા પહેલા તેને પણ કાસ્ટિંગ કાઉચ (Casting couch)નો સામનો કરવો પડ્યો હતો. મોડેલિંગના શરૂઆતના દિવસોમાં ઘટેલી આ ચોંકાવનારી ઘટના વિશે વાત કરતા વિજયે જણાવ્યું કે કેવી રીતે એક શખ્સે તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો.
મોડેલિંગ દરમિયાન થયો કાસ્ટિંગ કાઉચનો કડવો અનુભવ
એક પોડકાસ્ટ (Podcast)ઈન્ટરવ્યુ દરમિયાન વિજય વર્માએ પોતાના કરિયરના શરૂઆતી સંઘર્ષની વાત કરતા આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.હૈદરાબાદમાં જ્યારે તે મોડેલિંગ ક્ષેત્રે નસીબ અજમાવી રહ્યો હતો, ત્યારે એક મોડેલ કોઓર્ડિનેટરે તેની સાથે સીમાઓ ઓળંગવાનો પ્રયાસ કર્યો. વિજયે કહ્યું, “તે મને ખોટી રીતે સ્પર્શ કરવા લાગ્યો હતો. મેં તરત જ તેને રોકીને પૂછ્યું કે ‘આ બધું શું છે? તમે શું કરી રહ્યા છો?.આ કડવા અનુભવે તેને અંદરથી હચમચાવી મૂક્યો હતો અને તે ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. પરંતુ તેણે નક્કી કરી લીધું હતું કે જો એક્ટિંગના ક્ષેત્રમાં આગળ વધવું હશે, તો આવી મુશ્કેલીઓનો મક્કમતાથી સામનો કરવો જ પડશે.
એક્ટિંગ સ્કૂલમાં ના મળી એન્ટ્રી અને FTII ની મહેનત
મોડેલિંગ (Modeling)નો અનુભવ ખરાબ રહ્યા બાદ વિજયે પોતાનું પૂરું ધ્યાન એક્ટિંગ શીખવા પર કેન્દ્રિત કર્યું, તે હૈદરાબાદની ‘સૂત્રધાર સ્કૂલ ઓફ એક્ટિંગ’માં ગયો, પરંતુ ત્યાં તેને એડમિશન ન મળ્યું. તેને કહેવામાં આવ્યું કે એક્ટિંગ કોઈ રમત નથી, આમાં સંપૂર્ણ સમર્પણ જોઈએ.ત્યારબાદ તેણે દેશની પ્રતિષ્ઠિત ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા’ (FTII) માં અપ્લાય કર્યું. પ્રથમ પ્રયાસમાં અસફળ રહ્યા બાદ, બીજી કોશિશમાં તેનું સિલેક્શન થઈ ગયું..FTII માં તેણે રાજકુમાર રાવ અને જયદીપ અહલાવત જેવા આજના દિગ્ગજ એક્ટર્સ સાથે અભિનયના બારીક પાસાઓ શીખ્યા, જેણે તેના કરિયરનો મજબૂત પાયો નાખ્યો.
વિજય વર્માનું કરિયર અને હાલનું વર્કફ્રન્ટ
પોતાની કલા (Art)ના દમ પર આજે વિજય વર્મા બોલીવુડના સૌથી માંગ ધરાવતા કલાકારોમાંથી એક છે.વિજય તાજેતરમાં વિભુ પુરી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ગુસ્તાખ ઈશ્ક’ માં જોવા મળ્યો હતો, જેમાં તેની સાથે નસીરુદ્દીન શાહ, ફાતિમા સના શેખ અને શારીબ હાશમી મુખ્ય ભૂમિકામાં હતા.આ ફિલ્મ દ્વારા પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પ્રોડ્યુસર તરીકે પોતાનું ડેબ્યૂ કર્યું છે.આ ઉપરાંત, વિજય વર્મા તાજેતરમાં ચર્ચિત વેબ સિરીઝ ‘મટકા કિંગ’ માં પણ પોતાની દમદાર એક્ટિંગથી છવાઈ ગયો હતો.
આ પણ વાંચો : મનીષા રાનીએ બતાવી પોતાના ડ્રીમ હોમ ‘આંગન’ની ઝલક!
આ પણ વાંચો : 4000 કરોડની ‘રામાયણ’ માટે કોણે કેટલી ફી લીધી? રણબીર, યશ અને સની દેઓલની ફી જાણી ઉડી જશે હોશ.
આ પણ વાંચો : બોલિવૂડની વર્તમાન સ્થિતિ પર સંજય દત્તે વ્યક્ત કર્યું દુઃખ: કહ્યું– ‘હવે ઈન્ડસ્ટ્રીમાં પરિવાર જેવો સપોર્ટ નથી રહ્યો’
