National News/ પશ્ચિમ બંગાળમાં જૈશ-એ-મોહમ્મદનું મોટું કાવતરું; મંત્રીઓ માટે હની-ટ્રેપ પ્લાનનો ખુલાસો

પશ્ચિમ બંગાળમાં જૈશ-એ-મોહમ્મદના (Jaish-e-Mohammed )હની-ટ્રેપ અને જાસૂસી કાવતરાનો પર્દાફાશ થયો છે. જાણો ISI ની આ નવી રણનીતિ વિશે.

NATIONAL Top Stories India
Jaish-e-Mohammed

Jaish-e-Mohammed Honey-Trap Conspiracy West Bengal: પશ્ચિમ બંગાળમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની(Jaish-e-Mohammed ) એક મોટી સાઝિશનો પર્દાફાશ થયો છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ની તપાસમાં સામે આવ્યું છે કે જૈશ દ્વારા પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોના મંત્રીઓને ફસાવવા માટે હની-ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ માટે મોટી સંખ્યામાં યુવતીઓની ભરતી કરવાની યોજના હતી.

ISI નું હની-ટ્રેપ અને જાસૂસીનું મોડ્યુલ

અધિકારીઓના જણાવ્યા મુજબ, આ મોડ્યુલનું મુખ્ય કેન્દ્ર પશ્ચિમ બંગાળ હતું. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને નિશાન બનાવવા તેમજ મંત્રીઓ અને તેમના પુત્રોને હની-ટ્રેપમાં ફસાવવા માટે મહિલાઓની ભરતી કરવાનું કામ સોંપ્યું હતું.

હની-ટ્રેપ ઓપરેશન માટે યુવતીઓની શોધ કરવામાં આવી રહી હતી અને તેમને આ કામ બદલ મોટી રકમ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મંત્રીઓના પુત્રોનું અપહરણ કરીને ખંડણી વસૂલવાની યોજના પણ સામે આવી છે.

Jaish-e-Mohammed

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની સંડોવરી

પશ્ચિમ બંગાળ STF ની તપાસમાં એક નવો પેટર્ન સામે આવ્યો છે. ઝારખંડની રહેવાસી 22 વર્ષીય કથિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અર્પિતા સરકારની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી છે. એજન્સીઓ તેના ડિજિટલ રેકોર્ડ અને કોલકાતાના વારંવારના પ્રવાસોની તપાસ કરી રહી છે.

સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે બોમ્બ વિસ્ફોટ જેવા જોખમોથી બચવા માટે ISI હવે આ પ્રકારની સોફ્ટ ટાર્ગેટ અને હની-ટ્રેપ (Jaish-e-Mohammed ) જેવી ગુપ્ત રણનીતિઓ અપનાવી રહી છે, જેથી ભારતમાં અસ્થિરતા ફેલાવી શકાય.


આ પણ વાંચો :બિહારમાં જારી કરાયું હાઇ એલર્ટ, જૈશ-એ-મોહમ્મદના ત્રણ પાક. આતંકવાદીઓ નેપાળ થઈને બિહારમાં પ્રવેશ્યા

આ પણ વાંચો : જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મસૂદ ઇલ્યાસ કાશ્મીરી કહે છે કે, “ભારતીય સેનાએ મસૂદ અઝહરના પરિવારનો નાશ કર્યો”

આ પણ વાંચો : ગુજરાત ATSનું મોટું ઓપરેશન: જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા