Gujarat News/ ગુજરાતમાં ગુટખા-પાન મસાલા વેચતા વેપારીઓ માટે મોટા સમાચાર, સરકારે લીધો આ નિર્ણય

Gujarat Pan Masala Ban: ગુજરાતમાં ગુટખા અને તમાકુ-નિકોટીનયુક્ત પાન મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો. 13 સપ્ટેમ્બર 2026થી 12 સપ્ટેમ્બર 2027 સુધી ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પર રોક રહેશે.

Top Stories Gujarat Trending
Gujarat Pan Masala Ban: વધુ 1 વર્ષ લંબાવાયો, 2027 સુધી વેચાણ-ઉત્પાદન પર રોક

Gujarat News: ગુજરાતમાં ગુટખા અને તમાકુ-નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ તથા ઉત્પાદન સામે રાજ્ય સરકારે વધુ એક વર્ષ માટે પ્રતિબંધ (Gujarat Pan Masala Ban) લંબાવ્યો છે. ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ 13 સપ્ટેમ્બર 2026થી 12 સપ્ટેમ્બર 2027 સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે.

13 સપ્ટેમ્બરથી વધુ એક વર્ષ પ્રતિબંધ

રાજ્યભરમાં તમાકુ અથવા નિકોટીન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ યથાવત રાખવામાં (Gutkha Ban Gujarat 2026) આવ્યો છે. ગુજરાતમાં વર્ષ 2012થી આવા ઉત્પાદનો સામે પ્રતિબંધનો અમલ કરવામાં આવી રહ્યો છે અને હવે તેની મુદત વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે.

માત્ર ગુટખા જ નહીં, મિશ્રણથી બનતા ઉત્પાદનો પર પણ રોક

સરકારનો આ આદેશ માત્ર ચોક્કસ બ્રાન્ડ અથવા નામથી વેચાતા ગુટખા સુધી મર્યાદિત નથી. તમાકુ કે નિકોટીન ધરાવતા પાન મસાલા તેમજ અલગ-અલગ વેચાતા એવા ઘટકો, જેને ભેગા કરીને અંતિમ રીતે ગુટખા અથવા પાન મસાલા તૈયાર કરવામાં આવે છે, તેમના પર પણ પ્રતિબંધ લાગુ રહેશે.

Gujarat Pan Masala Ban: પ્રતિબંધનો ભંગ કરનાર સામે કાર્યવાહી

સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રતિબંધિત ઉત્પાદનોનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ કે વેચાણ કરતા લોકો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આથી વેપારીઓ અને ઉત્પાદકોને પ્રતિબંધિત વસ્તુઓના વ્યવહારમાંથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

કેન્સરના જોખમને ધ્યાનમાં રાખીને નિર્ણય

ફૂડ સેફ્ટી વિભાગની યાદીમાં તમાકુ અને નિકોટીનયુક્ત ઉત્પાદનોના સેવનથી સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મોઢાના કેન્સર સહિતની ગંભીર બીમારીઓના જોખમને ધ્યાનમાં રાખીને આવા ઉત્પાદનોના ઉપયોગને રોકવા માટે સરકાર દ્વારા પ્રતિબંધનો અમલ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં ગુટખા અને પાન મસાલા પરનો પ્રતિબંધ વર્ષ 2012થી સતત અમલમાં છે. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને હવે પ્રતિબંધની મુદત 13 સપ્ટેમ્બર 2026થી 12 સપ્ટેમ્બર 2027 સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણય બાદ રાજ્યમાં ગુટખા અને તમાકુ-નિકોટીનયુક્ત પાન મસાલાના ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણ સામે તંત્રની કાર્યવાહી વધુ કડક બનવાની શક્યતા છે.


આ પણ વાંચો: રમવા નીકળેલી 3 બહેનો ક્યારેય ઘરે ન ફરી! તળાવ કિનારે મળી કાગળની હોડીઓ, પાણીમાંથી મળી લાશ

આ પણ વાંચો: દીપડાએ કર્યું વાછરડાનું મારણ, ખેડૂતે ઢારિયાનો દરવાજો બંધ કરી બચાવ્યો મોટો ખતરો

આ પણ વાંચો: બોડેલીમાં 15 દિવસમાં 3 દીપડા પાંજરે પુરાયા, છતાં એકની શોધ ચાલુ; ચાપરગોટામાં રાહત સાથે ચિંતા