Breking News/ ગુજરાત હાઇકોર્ટ અને નીચલી કોર્ટોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા જ પોલીસ દોડતી થઈ

Gujarat High Court સહિત અમદાવાદ અને સુરતની કોર્ટોને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવીને BDDS ટીમ સાથે તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat Breaking News
Gujarat High Court

Gujarat High Court and District Courts Bomb Threat: ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારને મળેલા એક ધમકીભર્યા ઈ-મેલ બાદ અમદાવાદ અને સુરતના પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઈ-મેલમાં ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ અને સુરતની વિવિધ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. ઈ-મેલમાં કોર્ટ પરિસરમાં RDX બોમ્બ મૂકવામાં આવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

અમદાવાદની બે કોર્ટમાં તાત્કાલિક તપાસ

ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન કોર્ટ (Gujarat High Court) અને લાલ દરવાજા સ્થિત સેશન્સ કોર્ટમાં તાત્કાલિક સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ એટલે કે BDDSની ટીમો કોર્ટ પરિસરમાં પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું અને લોકોની અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું. BDDS ટીમ દ્વારા ડોગ સ્ક્વોડની મદદથી કોર્ટ બિલ્ડિંગ, આસપાસનો વિસ્તાર અને વિવિધ વિભાગોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા.

Gujarat High Court

સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ તપાસ

બીજી તરફ સુરતમાં પણ ધમકીની અસર જોવા મળી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં(Gujarat High Court) પહોંચી હતી. સુરક્ષાના પગલાંરૂપે કોર્ટમાં હાજર વકીલો અને કર્મચારીઓને બહાર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ઈ-મેલ મોકલનારની શોધખોળ શરૂ

ધમકીભર્યા ઈ-મેલ(Gujarat High Court) બાદ સાયબર ક્રાઈમ સહિતની સુરક્ષા એજન્સીઓએ પણ તપાસ શરૂ કરી છે. ઈ-મેલ ક્યાંથી મોકલાયો અને તેની પાછળ કોણ છે તે શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. હાલની તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની માહિતી સામે આવી નથી. જોકે સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ સંભવિત પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે. ધમકી વાસ્તવિક છે કે માત્ર ભય ફેલાવવાનો પ્રયાસ છે, તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટને વધુ એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટને ફરી મળી ઇ-મેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

આ પણ વાંચો: સુરતમાં પોલીસની મારપીટનો CCTV: યુવકને વાળ ખેંચી માર માર્યાનો આક્ષેપ, ન્યાય માટે હાઈકોર્ટ પહોંચ્યો