Sabarkantha News/ હિંમતનગરના કલાકારની અદભુત કળા; 5 રૂપિયાના 1000 સિક્કાઓમાંથી બનાવી ગણપતિજીની પ્રતિમા

સાબરકાંઠાના Himmatnagarના કલાકાર હિતેશ પંચાલે 5 રૂપિયાના 1,000સિક્કાઓ અને 15 દિવસની મહેનતથી ગણપતિજીની એક આકર્ષક અને અનોખી પ્રતિમા તૈયાર કરી છે.

Top Stories Gujarat Others Trending
Himmatnagar

Himmatnagar Ganesha Idol from Coins:ગણપતિ બાપ્પાના આગમનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં કળા અને ભક્તિનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે. અહીં જાણીતા કલાકાર હિતેશ પંચાલે માટી કે પ્લાસ્ટરનો ઉપયોગ કર્યા વિના માત્ર 5 રૂપિયાના એક હજાર સિક્કાઓમાંથી ગણપતિ દાદાની અનોખી પ્રતિમા તૈયાર કરી છે. કલાકારની આ અદભુત રચના હાલ લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.

Himmatnagar

15 દિવસની મહેનત બાદ તૈયાર થઈ અનોખી કલાકૃતિ

Himmatnagarના હિતેશ પંચાલે 5 રૂપિયાના કુલ 1,000 સિક્કાઓને એક પછી એક વિશિષ્ટ રીતે ગોઠવીને 3 ફૂટ બાય 3 ફૂટના ગોળાકાર કેનવાસ પર ગણપતિજીનું સ્વરૂપ તૈયાર કર્યું છે. સિક્કાઓની ગોઠવણી, કોતરણી અને વિવિધ શૈલીના ઉપયોગથી આ પ્રતિમાને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ સમગ્ર સર્જન પાછળ કલાકારની અંદાજે 15 દિવસની સતત મહેનત અને ગણપતિ દાદા પ્રત્યેની અખૂટ શ્રદ્ધા રહેલી છે.

વર્ષોથી કળા સાથે જોડાયેલા હિતેશ પંચાલ

હિતેશ પંચાલ છેલ્લા 15થી 20 વર્ષથી કળા ક્ષેત્રે કાર્યરત છે. છેલ્લા 6થી 7 વર્ષથી તેઓ ગણેશોત્સવ દરમિયાન દર વર્ષે કંઈક અલગ અને અનોખું સર્જન કરીને ગણપતિ દાદાની આરાધના કરે છે. અગાઉ તેમણે ન્યૂઝપેપર પર ગણપતિજીના(Himmatnagar) ચિત્રો તૈયાર કર્યા હતા. એટલું જ નહીં, 51 જેટલા પોસ્ટકાર્ડ પર ગણેશજીની વિવિધ આકૃતિઓ બનાવીને પણ તેમણે પોતાની કલાત્મક પ્રતિભા દર્શાવી છે.

Himmatnagar

અગાઉ પણ કરી ચૂક્યા છે અનોખા પ્રયોગો

Himmatnagarના હિતેશ પંચાલની સર્જનાત્મકતા માત્ર પેપર કે પોસ્ટકાર્ડ પૂરતી સીમિત નથી. તેમણે ઇલેક્ટ્રિક ઉપકરણો સહિત અલગ-અલગ સામગ્રીનો ઉપયોગ કરીને પણ ગણપતિજીની કૃતિઓ તૈયાર કરી છે. જોકે આ વખતે 5 રૂપિયાના સિક્કાઓનો ઉપયોગ કરીને બનાવેલી ગણપતિજીની આ કૃતિએ સૌનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે. હિતેશ પંચાલ માટે કળા માત્ર પોતાની પ્રતિભા દર્શાવવાનું માધ્યમ નથી, પરંતુ તે ભક્તિ અને સેવાનું સાધન પણ છે. મળતી માહિતી મુજબ તેઓ માંગલિક પ્રસંગો દરમિયાન ગણપતિજીની પ્રતિમા કે ચિત્ર બનાવી આપવાની સેવા પણ નિઃશુલ્ક કરે છે. તેમના માટે કળા અને ગણપતિ ભક્તિ એકબીજા સાથે જોડાયેલા છે.

‘પાંચના સિક્કાના ગણેશ’ બન્યા આકર્ષણનું કેન્દ્ર

એક હજાર સિક્કા, 15 દિવસની મહેનત અને ગણપતિ દાદા પ્રત્યેની અખૂટ શ્રદ્ધાના સંગમથી તૈયાર થયેલી આ અનોખી કૃતિને ‘પાંચના સિક્કાના ગણેશ’ તરીકે ઓળખ મળી રહી છે. ગણેશ ચતુર્થી પહેલાં જ હિતેશ પંચાલનું આ સર્જન હિંમતનગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કલાકારે ગણેશ ભક્તોને પણ આ અનોખી કૃતિના દર્શન કરવા માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. માટી કે પ્લાસ્ટર નહીં, પરંતુ એક પછી એક ગોઠવાયેલા 5 રૂપિયાના એક હજાર સિક્કાઓમાંથી સાકાર થયેલા ગણપતિ દાદાનું આ સ્વરૂપ ખરેખર કળા, સર્જનાત્મકતા અને ભક્તિનો અનોખો સંગમ છે.

રીપોર્ટર – દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા(Himmatnagar)


આ પણ વાંચો: સાબરકાંઠામાં સ્પા સેન્ટરો પર તંત્રની તવાઈ

આ પણ વાંચો: સાબરકાંઠામાં BZ પોન્ઝી કૌભાંડમાં રોકાણકારોનો આક્રોશ, કોર્ટમાં હંગામો

આ પણ વાંચો:સાબરકાંઠામાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી 3 વર્ષની બાળકીનું મોત