Entertainment News/ અમીષા પટેલની માતાના ઘરે લાખોના હીરાજડિત કંગનની ચોરી

અમીષા પટેલ (Ameesha Patel)ની માતા આશા પટેલના ઘરેથી 5 લાખના ડાયમંડના કંગન ચોરાવાના કેસમાં મરીન ડ્રાઈવ પોલીસે 40 વર્ષીય કામવાળી મહિલાની વિરારથી ધરપકડ કરી છે.

Entertainment
Ameesha Patel Theft at her mother's house

Entertainment News : બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ (Ameesha Patel) ના પરિવારમાંથી ચોરીની મોટી ઘટના (Theft Case)સામે આવી છે. મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં રહેતા અમીષા પટેલના માતા આશા પટેલ (Asha Patel)ના ઘરમાંથી આશરે 5 લાખની કિંમતના ડાયમંડના કંગન ગાયબ થઈ ગયા હતા. આ મામલે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનની (Marine Drive Police)ક્રાઈમ ડિટેક્શન ટીમે કાર્યવાહી કરીને ઘરમાં કામ કરતી 40 વર્ષીય મહિલાની વિરાર ખાતેથી ધરપકડ કરી છે.

Ameesha Patel : જાન્યુઆરીમાં થઈ હતી ચોરી

ચોરીના આરોપમાં ગિરફ્તાર થયેલી મહિલાની ઓળખ સીમા વિનોદ ઘાટે તરીકે થઈ છે, જે છેલ્લા દોઢ વર્ષથી આશા પટેલના ઘરે ઘરકામ કરતી હતી.જાન્યુઆરીમાં ઘરેથી કંગન ગુમ થતાં સીમા પર શંકા સેવાઈ હતી. પૂછપરછમાં ઇનકાર કર્યા બાદ આશા પટેલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 306 હેઠળ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.કોર્ટે આરોપી મહિલાને 15 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપી છે. આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રદીપ ચૌધરી અને તેમની ટીમ ચોરાયેલા ઘરેણાં મેળવવા તથા મહિલાના જૂના ગુનાહિત ઈતિહાસ અંગે તપાસ ચલાવી રહ્યા છે.

‘ગદર 2’ ની સફળતા બાદ હવે ‘ગદર 3’ માં જોવા મળશે અમીષા

વર્ષ 2000માં ‘કહો ના પ્યાર હૈ’ થી ડેબ્યૂ કરનાર અને ‘ગદર: એક પ્રેમ કથા’ થી સુપરહિટ બનેલી અમીષા પટેલે 2023માં ‘ગદર 2’ દ્વારા શાનદાર પુનરાગમન કર્યું હતું. ત્યારબાદ તેણે ગદર ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ ‘ગદર 3’ માં પણ પોતાની હાજરી અંગે પુષ્ટિ કરી હતી.


આ પણ વાંચો :દૂરદર્શનની આઈકોનિક સિરિયલ ‘માલગુડી ડેઝ’ના 40 વર્ષ: જેના નામ પરથી ભારતીય રેલવેએ બદલ્યું સ્ટેશનનું નામ

આ પણ વાંચો :બોક્સ ઓફિસ પર ‘હૈવાન’ની કંગાળ શરૂઆત: ‘મિર્ઝાપુર ધ મૂવી’ના ક્રેઝ આગળ અક્ષય-સૈફની ફિલ્મ ફ્લોપ?

આ પણ વાંચો :YouTube પર ‘તારક મહેતા…’ ના જૂના ગોલીનો ધમાકો: કુશ શાહે ડિજિટલ વર્લ્ડમાં કરી વાપસી