Food Recipe/ ગણેશોત્સવ દરમિયાન બનાવો કોંકણની મશહૂર મીઠાઈ પટોલી…બાપ્પાને પ્રેમથી ધરાવો!

અહિં અમે તમને મોદક જેવી જ એક પરંપરાગત સ્વાદિષ્ટ રેસિપી દર્શાવવા જઇ રહ્યાં છીએ અને એ છે નવીન સ્વાદથી સભર એવી ‘પટોલી’ કે ‘પાતોડે’ (Patoli Sweet)!…

Trending festival Food Lifestyle
Patoli Sweet...કોંકણની એક મશહૂર મીઠાઈ ગણેશજીને ધરાવો!

Food Recipe: ગણેશોત્સવ દરમિયાન, લોકો ગણપતિ બાપ્પાને ભાત-ભાતના મોદક અને મીઠાઈનો પ્રસાદ ધરાવતા હોય છે. જો તમે મોદક ઉપરાંત, કોઈ અન્ય પ્રકારની નવીન મીઠાઈ ગણેશજી (Lord Ganesha)ને ધરાવવા માગતા હો તો કોંકણ (Konkan Region Traditional Sweet)ની આ પારંપરિક મીઠાઈ ‘પટોલી’ કે જેનું બીજું નામ ‘પાતોડે’ (Patoli Sweet or Patode Sweet) પણ છે એ બનાવી શકો છો. આ એક એવી મીઠાઈ છે જે નારિયેળ અને ગોળ સાથે હળદરના પાનમાં લપેટીને વરાળે પકાવવામાં આવે છે. હળદરના પાનમાં લપેટવાથી આની સુગંધ અત્યંત મોહક હોય છે અને આ મીઠાઈ ખાવામાં પણ અત્યંત સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જાણીએ…શી રીતે બનાવીશું આ રેસિપી?

સોમવારના રોજ 14મી સપ્ટેમ્બરે, આખા દેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર (Ganesh Chaturthi Festival, 14 September 2026)ને ખૂબ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ઘણા બધા લોકોએ પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના પણ કરી છે. આ પર્વ આનંદ-ઉલ્લાસનું પર્વ છે અને લોકો તમામ વિધિ-વિધાનનું યથાશક્તિ પાલન કરતા જોવા મળે છે. ભક્તજનો દ્વારા, દરરોજ ગણપતિદાદાની ભક્તિભાવપૂર્વક પૂજા, આરતી અને ભજન કરવા ઉપરાંત, બાપ્પાને રીઝવવા માટે ભાત-ભાતના પ્રસાદ (Prasad)પણ ધરાવવામાં આવે છે. જો તમે મોદક ઉપરાંત, કોઈ અન્ય પ્રકારની નવીન મીઠાઈ ગણેશજીને ધરાવવા માગતા હો તો કોંકણ (Konkan Region Traditional Sweet)ની આ પારંપરિક મીઠાઈ ‘પટોલી’ કે જેનું બીજું નામ ‘પાતોડે’ (Patoli Sweet or Patode Sweet) પણ છે એ બનાવી શકો છો.

ગણેશોત્સવ (Ganeshotsav)એટલે ભક્તિ અને શ્રદ્ધાનો મહોત્સવ! ગણેશ ચતુર્થી 2026 (Ganesh Chaturthi 2026)થી લઇને દસ દિવસ સુધી ઉજવાતા આ પાવન તહેવારે બાપ્પાના ભક્તજનોમાં અનેરો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ગણપતિની પૂજા (Ganpati Puja) દરમિયાન, ભક્તો એમને ભાત-ભાતના પ્રસાદ ધરાવીને રીઝવતા હોય છે. આમ જોઇએ તો, મોદક (Modak) એમનો અતિ પ્રિય પ્રસાદ ગણાય છે પરંતુ, ગણેશોત્સવના પાવન દિવસો દરમિયાન તમે વિવિધ વ્યંજનો બનાવીને ગણપતિને અર્પણ કરી શકો છો. અહિં અમે તમને મોદક જેવી જ એક પરંપરાગત સ્વાદિષ્ટ રેસિપી દર્શાવવા જઇ રહ્યાં છીએ અને એ છે નવીન સ્વાદથી સભર એવા ચોખાના લોટના ‘પાતોડે’ ! તો ચાલો જોઇએ, એને શી રીતે બનાવવા?

આમ તો બજારમાં અનેકવિધ મીઠાઈઓ ઉપલબ્ધ હોય જ છે પરંતુ પોતાના હાથે બનાવેલા પ્રસાદનો આનંદ જ કંઇક ઓર હોય છે! અને આવી અવનવી રેસિપીઝની શોધ કરતા જ રહેતા હોય છે. ગણેશોત્સવ દરમિયાન, જો તમે પોતાના હાથે બનાવેલો પ્રસાદ ધરાવીને બાપ્પાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માગતા હો તો પ્રસ્તુત છે આસાન એવા પરંપરાગત ‘પટોલી’ કે જેનું બીજું નામ ‘પાતોડે’ (Patoli Sweet or Patode Sweet) પણ છે એ બનાવી શકો છો…

શી રીતે બનાવશો ‘પટોલી’ મીઠાઈ? (Patoli Sweet or Patode Sweet Recipe)

કોંકણ ક્ષેત્રની આ મશહૂર મીઠાઈ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

'પટોલી' મીઠાઈ બનાવવાની સામગ્રી

સામગ્રી

1 કપ બાસમતી ચોખાનો લોટ

2 ચમચી ઘી

અડધી ચમચી ખસખસ

1 કપ છીણેલું તાજુ નારિયેળ

1 કપ સમારેલો ગોળ

અડધી ચમચી લીલી ઈલાયચીનો પાવડર

ચપટી જાયફળ

હળદરના પાન જરુર મુજબ

'પટોલી' કે 'પાતોડે' મીઠાઈ

બનાવવાની વિધિ

1. પટોલી બનાવવા માટે સૌપ્રથમ એક પૅનમાં ઘી (Ghee) ગરમ કરવું. એમાં ખસખસ અને નારિયેળ (Poppy Seeds and Fresh Coconut)ને 1 મિનિટ સુધી શેકવું.

2. જ્યારે એ હળવું બ્રાઉન થઈ જાય ત્યારે એમાં ગોળ, લીલી ઈલાયચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરો.

3. ગોળ પીગળે ત્યાં સુધી પકાવી લેવું. ત્યાર બાદ ગૅસ બંધ કરી દેવો. તમારું પટોલીનું સ્ટફિંગ રેડી છે.

4. એક પ્લેટમાં આ મિશ્રણને કાઢીને ઠંડુ થવા દો.

5. એક વાડકામાં બાસમતી ચોખાનો લોટ (Rice Flour) અને પાણી વડે એક ઘોળ બનાવો. એ બહુ પાતળો ન હોવો જોઈએ.

6. હવે હળદરના પાનને 3-4 ઈંચના ટુકડામાં કાપી લો અને એના પર ઘી લગાવો.

7.હવે ચોખાના ખીરાને હળદરના પાન (Haldi Leaves) પર સારી રીતે ચોપડો અને એના પર સ્ટફિંગ મૂકીને પાનને વાળી લો.

8. આ રીતે તમામ પટોલી તૈયાર કરી લો અને સ્ટીમરમાં એને વરાળે 8-10 મિનિટ સુધી સ્ટીમ કરી લો.

તો તૈયાર છે તમારી ‘પટોલી’ કે ‘પાતોડે’ મીઠાઈ (Patoli Sweet)…થોડું ઠંડુ થયે એ હળદરના પાનમાંથી આસાનીથી નીકળી જશે. આ અનોખી મીઠાઈને ગણેશોત્સવ (Ganeshotsav) દરમિયાન, ગણપતિ બાપ્પાને ધરાવીને તમે પ્રસાદરુપે ગ્રહણ કરી શકો છો.


આ પણ વાંચો:

આ પણ વાંચો: ગણેશ ચતુર્થીના 10 દિવસ બનાવો 10 વિવિધ પ્રકારનાં મોદક, દાદા મહેરબાન થશે