IndiGo Flight Emergency Update:અગરતાલાથી દિલ્હી જઈ રહેલી IndiGoની ફ્લાઇટમાં કાર્ગો એરિયામાં સ્મોક એલાર્મ સક્રિય થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને તાત્કાલિક લખનૌ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરપોર્ટ પ્રશાસને સાવચેતીના ભાગરૂપે ઇમરજન્સી રિસ્પોન્સ પ્રોટોકોલ એક્ટિવ કર્યો હતો અને ફાયર બ્રિગેડ તેમજ મેડિકલ ટીમોને તૈયાર રાખવામાં આવી હતી. ફ્લાઇટ 6E6504 સાંજે 6:29 વાગ્યે 103 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સાથે લખનૌ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. તમામ મુસાફરોને જરૂરી સહાય આપવામાં આવી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી. નોંધનીય છે કે 3 સપ્ટેમ્બરે પણ વારાણસીથી દિલ્હી જઈ રહેલી Air India Expressની ફ્લાઇટમાં સ્મોક એલાર્મ વાગ્યા બાદ તેને 155 મુસાફરો સાથે લખનૌ ડાયવર્ટ કરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન વિમાનમાં આગ લાગી હોવાના કોઈ પુરાવા મળ્યા નહોતા.
National News/
કાર્ગો એરિયામાં એલાર્મ વાગતા અગરતાલા-દિલ્હી IndiGo ફ્લાઇટનું લખનૌમાં ઇમરજન્સી લેન્ડિંગ
અગરતલાથી દિલ્હી જતી IndiGo flightના કાર્ગોમાં સ્મોક એલાર્મ વાગતા લખનૌ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. તમામ 109 મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે.
