Entertainment News/ Bigg Boss 20 માં હાઈવોલ્ટેજ ડ્રામા: જાણો કોણ થયું કેપ્ટનશીપ રેસમાંથી આઉટ

Bigg Boss 20 ના 10 મા એપિસોડમાં ચિકનમાં બટાકા નાખવા મુદ્દે આમ્રપાલી દુબે અને માહી વિજ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. “રંગ દે” ટાસ્ક અને નોમિનેશન અપડેટ્સ જાણો.

Entertainment
Bigg Boss 20 High-voltage drama

Entertainment News : સલમાન ખાન (Salman Khan)ના સુપરહિટ રિયાલિટી શો ‘બિગ બોસ 20’ (Bigg Boss 20) ના 10 મા એપિસોડમાં ભારે હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. કેપ્ટનશીપ માટે યોજાયેલા “રંગ દે” ટાસ્કથી લઈને કિચન એરિયા સુધી ઘરના સભ્યો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. વિશેષરૂપે ભોજપુરી સુપરસ્ટાર આમ્રપાલી દુબે અને ટીવી અભિનેત્રી માહી વિજ વચ્ચેનો ઝઘડો આખા એપિસોડમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

રસોડામાં ‘ચિકન-બટાકા’ ના મુદ્દે આમ્રપાલી અને માહી વિજ વચ્ચે મોટો ઝઘડો

કિચનમાં રસોઈ બનાવતી વખતે ચિકનની વાનગીમાં બટાકા ઉમેરવા જેવી નાની બાબતે આમ્રપાલી દુબે (Amrapali Dubey)અને માહી વિજ (Mahhi Vij)વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.આ ઝઘડો જોતજોતામાં વ્યક્તિગત આક્ષેપો સુધી પહોંચી ગયો હતો. માહી વિજે ગુસ્સામાં આવીને આમ્રપાલી માટે અપમાનજનક શબ્દો વાપર્યા હતા અને બાદમાં તે ભાવુક થઈને રડી પડી હતી. બીજી તરફ, આમ્રપાલી પણ પોતાની વાત પર મક્કમ રહી હતી.

Bigg Boss 20 : “રંગ દે” ટાસ્ક અને કેપ્ટનશીપની રેસમાંથી બહાર થતા સ્પર્ધકો

નવા કેપ્ટનની પસંદગી માટે યોજાયેલા “રંગ દે” ટાસ્કમાં ફીમેલ સ્પર્ધકોએ તે મેલ સ્પર્ધકો પર રંગ ફેંકવાનો હતો, જેને તેઓ કેપ્ટન બનાવવા માંગતી ન હતી.આ ટાસ્ક બાદ સ્કાઉટ ઓપી (Scout OP), કાઝી તૌકીર, યંગ ડીએસએ અને રોહીદ ખાન કેપ્ટન બનવાની રેસમાંથી બહાર થઈ ગયા હતા.ટાસ્ક દરમિયાન અરિશ્ફા અને યુટ્યુબર સ્કાઉટ ઓપી વચ્ચે પણ તીખી બહેસ થઈ હતી અને બંનેએ એકબીજા પર અંગત પ્રહારો કર્યા હતા.


આ પણ વાંચો :ઇજાગ્રસ્ત પાપારાઝીને જોઈ રોકાયા સંજય દત્ત: માનવતા દાખવી મદદ માટે લંબાવ્યો હાથ

આ પણ વાંચો :સામંથા રુથ પ્રભુની ‘સીમંતમ’ સેરેમની: શ્રીવિદ્યા પરંપરાથી યોજાયો બેબી શાવર

આ પણ વાંચો :ખતરોં કે ખિલાડી 15 વિજેતા: કોણ જીત્યું ટ્રોફી? રોહિત શેટ્ટીએ તોડી ચૂપકીદી