Entertainment News : બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદાની પત્ની સુનીતા આહૂજા (Sunita Ahuja) પોતાના મસ્તમૌલા અંદાજ અને સ્પષ્ટવક્તા સ્વભાવ માટે જાણીતા છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે એક મોટો ખુલાસો કર્યો છે. સુનીતા આહૂજા ટૂંક સમયમાં જ પોતાના પુત્ર સાથે એક મોટી ફિલ્મમાં જોવા મળશે.
Sunita Ahuja : સાજિદ ખાનના નિર્દેશનમાં પુત્ર સાથે કરશે ડેબ્યૂ
સુનીતા આહૂજાએ ખુલાસો કર્યો કે તેમણે પોતાના પુત્ર યશવર્ધન આહૂજા (Yashvardhan Ahuja)સાથે એક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.આ ફિલ્મનું નિર્દેશન સાજિદ ખાન (Sajid Khan) કરી રહ્યા છે અને તેની નિર્માતા એકતા કપૂર (Ekta Kapoor) છે.સુનીતાએ ઉમેર્યું કે છેલ્લા એક વર્ષમાં યુટ્યુબ ચેનલ, રિયાલિટી શોઝ અને હવે આ ફિલ્મ દ્વારા બાપ્પાએ તેમને ઘણું સન્માન અને પ્રસિદ્ધિ આપી છે.
ગોવિંદાની માતાએ શરૂ કરી હતી ગણેશોત્સવની પરંપરા
સુનીતાએ જણાવ્યું કે તેમના ઘરમાં ગણપતિ સ્થાપનની પરંપરા તેમની સાસુ (ગોવિંદાના માતુશ્રી) એ શરૂ કરી હતી, જેને તેઓ આજે પણ શ્રદ્ધાપૂર્વક આગળ ધપાવી રહ્યા છે.તેઓ ઘરમાં દોઢ દિવસ માટે બાપ્પાની સ્થાપના કરે છે. આ દરમિયાન સાત્વિક ભોજન, મોદકનો ભોગ, નાચ-ગાન અને સગા-સંબંધીઓ સાથે ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય છે.સુનીતાએ મીડિયા અને ચાહકોને અપીલ કરી હતી કે જે રીતે લોકોએ ગોવિંદાને પ્રેમ આપ્યો છે, તેવો જ પ્રેમ તેમના પુત્રની આવનારી ફિલ્મને પણ આપે.
આ પણ વાંચો :Bigg Boss 20 માં હાઈવોલ્ટેજ ડ્રામા: જાણો કોણ થયું કેપ્ટનશીપ રેસમાંથી આઉટ
આ પણ વાંચો :ઇજાગ્રસ્ત પાપારાઝીને જોઈ રોકાયા સંજય દત્ત: માનવતા દાખવી મદદ માટે લંબાવ્યો હાથ
આ પણ વાંચો :સામંથા રુથ પ્રભુની ‘સીમંતમ’ સેરેમની: શ્રીવિદ્યા પરંપરાથી યોજાયો બેબી શાવર
