Gold and Silver Market Update:મિડલ ઈસ્ટમાં વધી રહેલી અસ્થિરતા અને વિવિધ દેશો વચ્ચે તણાવની સ્થિતિની અસર હવે કોમોડિટી માર્કેટ પર પણ જોવા મળી રહી છે. બજાર ખુલતાની સાથે જ MCX પર કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ખાસ કરીને ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી છે, જ્યારે સોનાના ભાવમાં પણ એક જ ઝટકામાં ₹1291નો વધારો થયો છે. કિંમતી ધાતુઓમાં આ તેજી વચ્ચે રોકાણકારોની નજર હવે બજારની આગળની ચાલ પર છે.
સોનાના ભાવમાં ₹1291નો ઉછાળો
MCX પર ઓક્ટોબર કોન્ટ્રાક્ટના સોનાનો (Gold and Silver Price ) અગાઉનો બંધ ભાવ ₹1,50,809 હતો. આજે ટ્રેડિંગ શરૂ થતાં જ સોનાનો ભાવ વધીને ₹1,52,100 પર પહોંચી ગયો હતો. એટલે કે અગાઉના બંધ ભાવની સરખામણીમાં બજાર ખુલતાની સાથે જ ₹1,291નો સીધો વધારો નોંધાયો છે. સોનાને સામાન્ય રીતે વૈશ્વિક અનિશ્ચિતતા અને ભૌગોલિક-રાજકીય તણાવ દરમિયાન રોકાણ માટે મહત્વની કોમોડિટી માનવામાં આવે છે. તેથી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં ફેરફારની અસર તેના ભાવ પર પણ જોવા મળી શકે છે.
ચાંદીમાં ઓપનિંગમાં જ ₹3667નો જમ્પ
ચાંદીના ભાવમાં (Gold and Silver Price )તો સોના કરતાં પણ વધુ તેજી જોવા મળી. MCX પર ડિસેમ્બર કોન્ટ્રાક્ટની ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,32,118 હતો. આજે બજાર ખુલતાં જ ભાવ ₹2,35,785 સુધી પહોંચી ગયો હતો. આ રીતે ચાંદીમાં શરૂઆતના ટ્રેડિંગમાં જ ₹3,667નો વધારો નોંધાયો હતો. ત્યારબાદ ભાવ વધુ ઉપર ગયો અને ચાંદીએ ₹2,35,988ની ઊંચી સપાટી નોંધાવી.
હાઈ લેવલે ચાંદીમાં ₹3870નો વધારો
ચાંદીના ₹2,35,988ના ઇન્ટ્રાડે હાઈની અગાઉના બંધ ભાવ(Gold and Silver Price ) ₹2,32,118 સાથે સરખામણી કરીએ તો તેમાં ₹3,870નો મહત્તમ ઉછાળો જોવા મળ્યો છે. એટલે કે સત્રની શરૂઆતથી જ ચાંદીમાં ભારે ખરીદીનું વલણ જોવા મળ્યું હતું. મિડલ ઈસ્ટની સ્થિતિ સહિત વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અનિશ્ચિતતાને કારણે કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી રહી છે. જોકે, સોના-ચાંદીના ભાવમાં આગળની ચાલ વૈશ્વિક બજાર, ભૌગોલિક-રાજકીય સ્થિતિ અને રોકાણકારોની ખરીદી-વેચાણ જેવી બાબતો પર નિર્ભર રહેશે. તેથી તેજી વચ્ચે પણ આગામી ટ્રેડિંગ સત્રોમાં ભાવમાં (Gold and Silver Price ) ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
