gujrat news/ સાણંદની સીમમાં ફરી દીપડાની હાજરીથી ફફડાટ: કૂતરાના મારણ બાદ વન વિભાગે ગોઠવ્યું પાંજરું

અમદાવાદ (Ahmedabad)ના સાણંદ પંથકની સીમમાં ફરી એકવાર દીપડાના પંજાના નિશાન અને કૂતરાનું મારણ મળી આવતાં ફફડાટ વ્યાપ્યો છે. વન વિભાગે સ્થળ પર પાંજરું મૂકી તપાસ હાથ ધરી છે.

Top Stories Ahmedabad Gujarat
AhmedabadFear grips Sanand leopard presence

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad) જિલ્લાના સાણંદ (Sanand)પંથકમાં ફરી એકવાર હિંસક પ્રાણી દીપડાની હાજરીના પુરાવા મળતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. સાણંદ નગરની સીમમાં દીપડાના પંજાના તાજા નિશાન સાથે કૂતરાનું મારણ કર્યાના પુરાવા પણ સામે આવ્યા છે. આ ઘટના બાદ વન વિભાગની ટીમ તુરંત હરકતમાં આવી ગઈ છે અને પ્રાણીને પકડવા માટે વિસ્તારમાં પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે.

Ahmedabad  : કૂતરાનું મારણ અને પંજાના નિશાન મળતાં ચિંતા વધી

અગાઉ ઓગસ્ટ માસમાં પણ વિવિધ સ્થળે દીપડો (Leopard) હોવાના સંકેતો મળ્યા હતા. જોકે, આ વખતે પંજાના તાજા નિશાનની સાથે કૂતરાના શિકાર (મારણ) ના પુરાવા મળતાં પ્રાણીની સક્રિયતા ચોક્કસ હોવાનું વન વિભાગે માન્યું છે.મહત્વની વાત એ છે કે અત્યાર સુધી કોઈ ગ્રામજન કે અધિકારીએ દીપડાને નજરે જોયો નથી, માત્ર પંજાના નિશાન અને શિકારના અવશેષોના આધારે જ તેની હાજરી નક્કી થઈ રહી છે, જેનાથી અસમંજસ અને ડર વધ્યો છે.

ખેડૂતોમાં ભય અને વન વિભાગની કાર્યવાહી

મારણની ઘટના સામે આવ્યા બાદ આસપાસના ગ્રામજનો અને ખેડૂતો પોતાના પશુઓની સુરક્ષા અને રાત્રિના સમયે ખેતરે જવા અંગે ભારે ચિંતિત બન્યા છે.વન વિભાગે (Forest Department)સઘન તપાસ હાથ ધરીને વિસ્તારમાં પાંજરું મૂકી દીધું છે. આ સાથે ગ્રામજનોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો :સુરતમાં માલગાડીની ટક્કરથી દિપડાનું મોત, રહેણાંક વિસ્તારમાં દિપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો :સોમનાથમાં વનવિભાગને મળી સફળતા, દિપડો આખરે પાંજરે પૂરાયો

આ પણ વાંચો :સુરતના વાંસકુઇ ગામના કૂવામાં દિપડો પડી જતા હેમખેમ બહાર કઢાયો