Rajkot News/ રાજકોટમાં પરિણીતાનો સાસરિયાઓ સામે ત્રાસનો આક્ષેપ, પતિ સહિત 5 સામે ફરિયાદ

રાજકોટમાં 10 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનાર પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ સામે મારકુટ અને માનસિક ત્રાસ (Rajkot Married Woman Harassment)ના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી. મહિલા પોલીસે તપાસ શરૂ કરી.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Married Woman Harassment: ‘તારા બાપથી તું ન સચવાઈ...’ રાજકોટમાં પતિ સામે પત્નીની ફરિયાદ

Rajkot News: રાજકોટ શહેરમાં રહેતી એક પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ સામે દહેજના મુદ્દે શારીરિક અને માનસિક ત્રાસ (Rajkot Married Woman Harassment) આપ્યાની ફરિયાદ નોંધાવી છે. શ્રદ્ધા પાર્ક વિસ્તારમાં રહેતી મહિલાની ફરિયાદના આધારે રાજકોટ મહિલા પોલીસે પતિ, સાસુ-સસરા, જેઠ અને જેઠાણી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફરિયાદ મુજબ, મહિલાએ આશરે 10 વર્ષ પહેલાં પરિવારની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ શરૂઆતના ત્રણ મહિના સુધી દાંપત્યજીવન સામાન્ય રહ્યું હતું. જોકે, ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે ઉંમરના તફાવતને કારણે મનમેળ ન રહેતો હોવાનો મહિલાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

Rajkot Married Woman Harassment: પતિ દ્વારા માર મારવાનો આક્ષેપ

મહિલાના જણાવ્યા મુજબ, ગર્ભાવસ્થા દરમિયાન પતિ નાની-નાની બાબતોમાં મેણાં-ટોણાં મારતા અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા હતા. ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે પતિએ તેને માર માર્યો હતો અને તેના પિતાને લઈને પણ અપમાનજનક વાતો કરી હતી. પુત્રના જન્મ બાદ સાસુ દ્વારા પણ મહિલાને ઘરકામને લઈને મેણાં મારવામાં આવતા હોવાનો આક્ષેપ છે. જ્યારે સસરા રસોઈ સહિતના કામને લઈને તેને હેરાન કરતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

Rajkot Married Woman Harassment: જેઠ-જેઠાણી પર પણ મારકુટનો આક્ષેપ

પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે જેઠ અને જેઠાણી તેના પતિને તેની વિરુદ્ધ ચઢામણી કરતા હતા. બંને દ્વારા ઘરના મામલે તેને અપમાનિત કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલાના જણાવ્યા મુજબ, પતિ ઘરખર્ચ માટે પૂરતા પૈસા આપતા ન હોવાથી તેણે ઘરે રહીને ઈમિટેશનનું કામ પણ શરૂ કર્યું હતું. આ કામને લઈને જેઠ અને જેઠાણી દ્વારા તેની સાથે મારકુટ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ અંગે પતિને જાણ કરવા છતાં કોઈ મદદ મળી ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

Rajkot Married Woman Harassment: ભાઈ સાથે પિયર ગઈ તો પુત્રને પતિ લઈ ગયા

વારંવારના ત્રાસ (Rajkot Married Woman Harassment)થી કંટાળીને મહિલાએ પોતાના ભાઈને સમગ્ર બાબતની જાણ કરી હતી. ત્યારબાદ તેનો ભાઈ મહિલાને અને તેના પુત્રને પિયર લઈ ગયો હતો. જોકે, બાદમાં પતિ પુત્રને પોતાની સાથે લઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પુત્ર અંગે વાતચીત દરમિયાન પતિ દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે. ફરિયાદ મુજબ, તેને અને તેના પરિવારજનોને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપવામાં આવી હતી.

Rajkot Married Woman Harassment: મહિલા પોલીસે તપાસ શરૂ કરી

આ સમગ્ર મામલે પરિણીતાએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે પતિ ભાવેશ, સાસુ લક્ષ્મીબેન, સસરા ડાયાભાઈ નાગજીભાઈ દુધાત્રા, જેઠ ગીરીશ અને જેઠાણી કાજલ સામે ગુનો નોંધ્યો છે.હાલ રાજકોટ મહિલા પોલીસે ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આક્ષેપોની પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:અમદાવાદમાં બંગલો-ફ્લેટની માગણી, પરિણીતાને ત્રાસ અને ગર્ભપાત માટે દબાણ; પતિ સહિત 5 સામે ફરિયાદ

આ પણ વાંચો:દીકરીના જન્મ બાદ સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ, ફિનાઈલ પીતા હોસ્પિટલમાં ખસેડાઈ

આ પણ વાંચો:અમદવાદમાં વાડજમાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત