Gir Gadhada News: ગીર ગઢડા તાલુકાના ઉમેદપરા નજીક રૂપેણ નદીના પુલ પર મોડી રાત્રે ગંભીર અકસ્માત (Gir Gadhada Accident) સર્જાયો હતો. માછલી ભરેલો આયશર ટ્રક પુલની રેલિંગ તોડીને અંદાજે 15 ફૂટ નીચે નદીમાં ખાબકતાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત બંનેને સારવાર માટે વેરાવળ ખસેડવામાં આવ્યા છે.
વળાંક લેતી વખતે આયશર પરથી કાબૂ ગુમાવ્યો
મળતી માહિતી મુજબ, 15 સપ્ટેમ્બરની રાત્રે આશરે 9:30 વાગ્યે માછલી ભરેલો આયશર પોરબંદર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ઉમેદપરા નજીક રૂપેણ નદીના પુલ પર વળાંક લેતી વખતે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો.કાબૂ ગુમાવતા આયશર પુલની રેલિંગ સાથે અથડાઈ હતી અને રેલિંગ તોડીને સીધો નદીમાં પટકાયો હતો. આયશર લગભગ 15 ફૂટ નીચે નદીમાં ખાબકતાં તેમાં સવાર લોકો ફસાઈ ગયા હતા.
Gir Gadhada Accident: એકનું ઘટનાસ્થળે મોત
અકસ્માત (Gir Gadhada Accident)માં દ્રોણ ગામના 42 વર્ષીય જગદીશ રામભાઈ બાંભણીયાનું મોત થયું હતું. તેઓ આયશરમાં ફસાઈ ગયા હતા. અકસ્માત (Gir Gadhada Accident)ની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.આયશર ઊંડાઈમાં પડ્યો હોવાથી તેમાં ફસાયેલા જગદીશભાઈને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી. સ્થાનિકોની મદદથી લાંબી જહેમત બાદ તેમનો મૃતદેહ આયશરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
બે લોકોને ગંભીર ઈજા
અકસ્માતમાં આયશર ચાલક કાળુભાઈ માવજીભાઈ ડાભી અને રમેશ ગોવિંદભાઈ સાંખટને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.પ્રાથમિક સારવાર બાદ ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર જણાતાં તેમને વધુ સારવાર માટે વેરાવળની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી
અકસ્મતની જાણ થતાં ગીર ગઢડા પોલીસનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માત (Gir Gadhada Accident) અંગે તપાસ શરૂ કરી છે.આયશર કયા ચોક્કસ સંજોગોમાં પુલ પર વળાંક લેતી વખતે કાબૂ બહાર ગયું અને નદીમાં ખાબક્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અકસ્માત (Gir Gadhada Accident)માં જગદીશભાઈના મોતના સમાચાર મળતાં તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ પણ વાંચો:અમદાવાદમાં ભયાનક અકસ્માત: અંજલિ બ્રિજ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત
આ પણ વાંચો:ભયાનક અકસ્માતે ચહેરો બગાડ્યો, કેન્સર સામે જંગ લડી; જાણી લો ‘પરદેશ’ ગર્લનો દર્દનાક પ્રવાસ
આ પણ વાંચો:કાલોલ નજીક ST બસ અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત, ડમ્પરચાલકનું મોત; 15થી વધુ ઈજાગ્રસ્ત
