Ajab Gajab News : જો તમને ઊંઘવાના લાખો રૂપિયા મળે તો? જાપાન (Japan)ની એક ગાદલા (Mattress) બનાવતી કંપનીએ એક અનોખી સ્પર્ધાની જાહેરાત કરી છે. 5 ઓક્ટોબર, 2026 ના રોજ ટોક્યો ખાતે યોજાનારી આ સ્પર્ધામાં સૌથી સારી અને ગાઢ ઊંઘ લેનાર સ્પર્ધકને 2.22 મિલિયન યેનનું રોકડ ઇનામ આપવામાં આવશે.
Japan : સ્પર્ધાના નિયમો અને મૂલ્યાંકન પ્રક્રિયા
સ્પર્ધકોને ૯૦ મિનિટનો સમય આપવામાં આવશે. તેઓ કેટલી ઝડપથી ઊંઘી જાય છે, ઊંઘ કેટલી ગાઢ અને સ્થિર રહે છે તેના આધારે વિજેતા નક્કી થશે.ઊંઘની ગુણવત્તા માપવા માટે દરેક સ્પર્ધકને ખાસ ઉપકરણ પહેરાવવામાં આવશે અને તબીબી નિષ્ણાતો તેના ડેટાનું મૂલ્યાંકન કરશે.સ્પર્ધા પહેલા આખી રાત જાગીને આવવું, ઊંઘની ગોળીઓ કે કોઈ દવાનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.સત્ર દરમિયાન અચાનક ઊંઘમાં ખલેલ પાડતા અવરોધો પણ ઊભા કરવામાં આવશે, જેમાં પણ સ્પર્ધકોએ પોતાની ઊંઘ જાળવી રાખવી પડશે.
સ્પર્ધા પાછળનો મુખ્ય હેતુ અને ખાસ એવોર્ડ્સ
જાપાનમાં લોકોની સરેરાશ ઊંઘનો સમય વિશ્વમાં સૌથી ઓછો છે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ દેશમાં ઊંઘની અછત (Sleep Deprivation) તરફ લોકોનું ધ્યાન દોરવાનો અને પૂરતી ઊંઘનું મહત્વ સમજાવવાનો છે.મુખ્ય ઇનામ ઉપરાંત ‘ડીપ સ્લીપ ડાઇવ એવોર્ડ’ (Deep sleep) અને ‘સ્લીપ-ટર્નિંગ એક્રોબેટ એવોર્ડ’ (અસામાન્ય પોઝિશનમાં સૂવા માટે) જેવા ખાસ પુરસ્કારો પણ આપવામાં આવશે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
