Ahmedabad News/ જિમ લોન્જમાં 10 હજારમાં 10 વર્ષની મેમ્બરશિપનો ખેલ: 1500થી વધુ ગ્રાહકો પાસેથી 1.66 કરોડ પડાવ્યાનો આક્ષેપ, કર્મચારીઓએ બોગસ એગ્રીમેન્ટથી ખાતું ખોલાવ્યું

અમદાવાદમાં જિમ લોન્જ (Ahmedabad Gym Lounge Fraud)ની બંધ થયેલી 10 હજારની 10 વર્ષની મેમ્બરશિપ સ્કીમ ફરી શરૂ કરી 1500થી વધુ ગ્રાહકો પાસેથી રૂ.1.66 કરોડથી વધુ મેળવ્યાનો આક્ષેપ, ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Gym Lounge Fraud: જિમ લોન્જની બંધ સ્કીમ ફરી શરૂ કરી 1.66 કરોડની ઠગાઈનો આક્ષેપ

Ahmedabad News: શહેરમાં જાણીતી ‘જિમ લોન્જ’ સાથે જોડાયેલો કરોડો રૂપિયાની છેતરપિંડી (Ahmedabad Gym Lounge Fraud)નો કથિત કિસ્સો સામે આવ્યો છે. જિમના માલિકની ગેરહાજરી દરમિયાન બે કર્મચારીઓએ અગાઉ બંધ કરવામાં આવેલી 10 હજાર રૂપિયામાં 10 વર્ષની મેમ્બરશિપ સ્કીમ ફરી શરૂ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, આ રીતે 1500થી વધુ ગ્રાહકો પાસેથી રૂ.1.66 કરોડથી વધુની રકમ UPI, રોકડ અને એક અલગ બેંક ખાતા મારફતે લેવામાં આવી હતી. આ મામલે ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં રહેતા જિમના માલિક વિજય સેંગરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા (EOW)માં ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad Gym Lounge Fraud: 10 હજાર રૂપિયામાં 10 વર્ષની મેમ્બરશિપ ઓફર

ફરિયાદ મુજબ, જિમ લોન્જ (Ahmedabad Gym Lounge Fraud)ના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 1 જુલાઈથી 10 જુલાઈ સુધી રૂ.10 હજારની ફીમાં 10 વર્ષની મેમ્બરશિપ આપવાની ઓફર રાખવામાં આવી હતી. નિર્ધારિત સમયગાળો પૂર્ણ થયા બાદ આ સ્કીમ બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ નિયમિત દરે મેમ્બરશિપ આપવામાં આવતી હતી. સ્કીમ પૂરી થયા બાદ જિમના માલિક વિજય સેંગર નવા પ્રોજેક્ટના કામકાજ માટે લગભગ બે મહિના માટે બહારગામ ગયા હતા. તેમની ગેરહાજરી દરમિયાન જિમની જવાબદારી સેન્ટર હેડ જૈનિશ શુક્લા અને બ્રાન્ચ મેનેજર મનીષ શર્માને સોંપવામાં આવી હતી.

Ahmedabad Gym Lounge Fraud: માલિક પરત ફર્યા બાદ મામલો બહાર આવ્યો

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, વિજય સેંગર 10 સપ્ટેમ્બરે પરત આવ્યા ત્યારે જિમમાં એવા ગ્રાહકો આવતા જોવા મળ્યા જેમણે સ્કીમ હેઠળ મેમ્બરશિપ માટે રકમ ચૂકવી હોવાના પુરાવા રજૂ કર્યા હતા. જોકે, આ રકમ જિમના સત્તાવાર બેંક ખાતામાં જમા થઈ ન હોવાનું સામે આવ્યું. ત્યારબાદ કરવામાં આવેલી તપાસમાં માલિકને જાણ થઈ હોવાનો ફરિયાદમાં દાવો છે કે, તેમની ગેરહાજરી દરમિયાન અગાઉ બંધ કરાયેલી 10 હજાર રૂપિયાની 10 વર્ષની મેમ્બરશિપ સ્કીમ ફરીથી ચલાવવામાં આવી હતી. તમામ બ્રાન્ચના સ્ટાફને પણ આ સ્કીમ ચાલુ હોવાનું જણાવાયું હોવાનો આક્ષેપ છે.

Ahmedabad Gym Lounge Fraud: મેનેજરે ગ્રાહકો પાસેથી UPI અને રોકડમાં રકમ લીધી હોવાનો આક્ષેપ

ફરિયાદ મુજબ, બ્રાન્ચ મેનેજર મનીષ શર્મા ગ્રાહકોને એજન્ટ તરીકે મળતો હતો અને તેમને આ મેમ્બરશિપ સ્કીમ અંગે માહિતી આપતો હતો. ત્યારબાદ ગ્રાહકો પાસેથી UPI અને રોકડ મારફતે રકમ મેળવી મેમ્બરશિપ આપવામાં આવતી હતી, પરંતુ આ પૈસા જિમના સત્તાવાર ખાતામાં જમા કરવામાં આવતા ન હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

Ahmedabad Gym Lounge Fraud: જિમના નામ સાથે મળતું ખાતું ખોલાવ્યાનો આરોપ

આ સમગ્ર મામલામાં વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, સેન્ટર હેડ જૈનિશ શુક્લાએ તેમની પત્ની ભારતી શુક્લા સાથે મળીને પોતે જિમના ભાગીદાર હોવાનો દર્શાવતું કથિત ખોટું એગ્રીમેન્ટ તૈયાર કર્યું હતું. આ એગ્રીમેન્ટના આધારે જિમના નામ સાથે મળતું આવતું બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હોવાનો ફરિયાદમાં દાવો છે. આ ખાતામાં પણ જિમની મેમ્બરશિપ (Ahmedabad Gym Lounge Fraud)ના પૈસા લેવામાં આવતા હોવાનું જણાવાયું છે.

Ahmedabad Gym Lounge Fraud: 1500થી વધુ ગ્રાહકો પાસેથી રૂ.1.66 કરોડથી વધુની રકમ

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, જૈનિશ શુક્લા, મનીષ શર્મા અને ભારતી શુક્લાએ મળીને 1500થી વધુ ગ્રાહકો પાસેથી રૂ.1.66 કરોડથી વધુની રકમ મેળવી હોવાનો આક્ષેપ છે. આ રકમ UPI, રોકડ તેમજ ઉપરોક્ત બેંક ખાતા મારફતે લેવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. મામલો સામે આવ્યા બાદ જિમ (Ahmedabad Gym Lounge Fraud)ના માલિક વિજય સેંગરે ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલામાં કથિત એગ્રીમેન્ટ, બેંક ખાતાની વિગતો, ગ્રાહકો પાસેથી લેવામાં આવેલી રકમ અને ટ્રાન્ઝેક્શન સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે.


આ પણ વાંચો: અમદાવાદમાં ગોલ્ડ કંપની સાથે ₹1.84 કરોડની છેતરપિંડી

આ પણ વાંચો: અમદાવાદ મનપસંદ જીમખાના જુગારકાંડમાં DGPનીકાર્યવાહી, 3 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ

આ પણ વાંચો: અમદાવાદના મનપસંદ જીમખાના જુગાર કેસમાં 178ને જામીન, 9 મુખ્ય આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર